ભારતનું વિદેશી હૂંડિયામણ વધીને 596.098 અબજ ડોલર થયું


By Nileshkumar Zinzuwadiya23, Jun 2023 11:10 PMgujaratijagran.com

વિદેશી હૂંડિયામણ 2.35 અબજ ડોલર વધી

દેશનું વિદેશી હૂંડિયામણ 16 જૂનના રોજ પૂરા થયેલા સપ્તાહમાં 2.35 અબજ ડોલર વધી 596.098 અબજ ડોલર થયું છે. ગયા સપ્તાહમાં હૂંડિયામણમાં 1.318 અબજ ડોલર ઘટ્યું હતું.

ઓક્ટોબર,2021માં વિક્રમી સ્તરે પહોંચેલુ

ઓક્ટોબર,2021માં દેશનું વિદેશી હૂંડિયામણ 645 અબજના વિક્રમજનક સ્તરે પહોંચ્યું હતું. જોકે રૂપિયાના મૂલ્યને ટકાવી રાખવા માટે વિદેશી હૂંડિયામણનો ઉપયોગ કરવામાં આવેલો.

ફોરેન કરન્સી 2.58 અબજ ડોલર વધી

RBIની માહિતી પ્રમાણે ફોરેન કરન્સી એસેટ્સ 2.578 અબજ ડોલર વધી 527.651 અબજ ડોલર થઈ

ગોલ્ડ રિઝર્વનુ મૂલ્ય ઘટ્યું

અલબત ગોલ્ડ રિઝર્વનું મૂલ્ય 32.40 કરોડ ડોલર ઘટીને 45.049 અબજ ડોલર રહેવા પામ્યું છે.

કિચનમાં આ રીતે કરો બેકિંગ સોડાનો ઉપયોગ, પછી જુઓ કમાલ