ઓછા સમયમાં વધારે પૈસા બચાવવાની ટિપ્સ


By Gujarati Jagran02, Mar 2023 05:22 PMgujaratijagran.com

મોંઘાવરી

મોંઘાવરીના સમયમાં પૈસા બચાવવા મુશ્કેલ કામ છે. જો કે એવું પણ નથી કે તેમે બચત ન કરી શકો. અમે એવી ટિપ્સ લઈને આવ્યા છીએ જે તમને પૈસા બચાવવામાં મદદ કરશે.

જરૂરિયાતોને સમજો

પૈસા બચાવવાનો જરૂરી નિયમ છે કે તમારી જરૂરિયાતોને સમજો. માર્કેટમાં મળી રહેલી કોઈપણ ઓફરનો ફાયદો ઉઠાવતા પહેલા સમજી લો કે તે વસ્તુની તમારે જરૂર છે કે નહીં.

પગાર અને ખર્ચને સમજો

દર મહિને તમને કેટલા પૈસા મળે છે અને તમે કેટલા ખર્ચ કરો છો તેનો હિસાબ સમજવો જરૂરી છે. તેનાથી સમજાય જશે કે તમે ક્યાં વધારે ખર્ચ કરો છો.

ગલ્લાની ટેવ

વર્ષોથી ગલ્લાની ટેવ વર્ષોથી ચાલી આવે છે. રોજ ગલ્લામાં કંઈને કઈ નાખીને તમે સારી બચત કરી સકો છો.

એફડી

માત્ર બેન્કમાં પૈસા રાખવાથી તમને લાભ નહીં થાય. જમા પૈસાની એફડી કરાવવી જોઈએ જેનાથી વ્યાજ મળે છે અને બચતમાં વધારો થાય છે.

ખરીદી પર ધ્યાન રાખો

રોજ રોજ સામાન ખરીદવાથી ખર્ચ વધારે થાય છે. એક સાથે બધી વસ્તુઓ ખરીદવાથી લાભ થાય છે. બજેટ પણ સચવાઈ જાય છે.

ક્રેડિટ કાર્ડને કહો ના

ક્રેડિટ કાર્ય સુવિધા આપનાર તો છે પરંતુ યોગ્ય રીતે ઉપયોગ ન કરવાથી નુકસાન થાય છે અને તેની આદત પડી જાય છે.

લોન લેવાથી બચો

લોન લીધા પછી વ્યાજ આપવું મોંઘુ પડે છે. એટલા માટે લોનથી બચવું જોઈએ.

શેર કરો

તો આ પૈસા બચાવવાની જરૂરી ટીપ્સ હતી. તમને ગુજરાતી જાગરણનો આ આર્ટિકલ પસંદ પડ્યો હોય તો મિત્રો સાથે શેર કરશો.

શેર બજારમાં પૈસા કમાવવા આ ફૉર્મૂલા અપનાવો