શેર બજારમાં પૈસા કમાવવા આ ફૉર્મૂલા અપનાવો


By nilesh zinzuwadiya26, Feb 2023 04:41 PMgujaratijagran.com

ફંડામેન્ટલને ધ્યાનમાં લો

કોઈ પણ કંપનીના શેરમાં રોકાણ કરતા પહેલા તેનું ફંડામેન્ટલ કેટલું મજબૂત છે તેની તપાસ કરવી

કોઈએ આપેલી ટિપ્સ પર વિશ્વાસ ન કરો

ક્યારેય કોઈની વાત સાંભળીને અને ઈન્ટરનેટ પર રહેલી ફ્રી ટિપ્સનો આશ્રરો લઈ રોકાણ ન કરો. તમારા પોતાના રિસર્ચ પર વિશ્વાસ કરો

લાગણીશીલતાને હાવી થવા દેશો નહીં

લાગણીમાં આવીને નિર્ણય કરશો નહીં. ડર અને લાલચથી પણ બચો

બજારમાં ભારે વધ-ઘટ

બજારમાં પ્રવર્તિ રહેલી વધ-ઘટને તમારી ઉપર હાવી થવા દેશો નહીં

માહિતી પર નજર રાખો

જે કંપનીઓમાં રોકાણ કર્યુ હોય તેની સાથે જોડાયેલા સમાચાર પર નજર રાખો

પેની સ્ટોકથી દૂર રહો

ઓછી કિંમતવાળા શેર, જેને પેની સ્ટોક પણ કહેવાય છે, તેમાં રોકાણ કરવાનું ટાળો

એક જ કંપનીમાં બધુ રોકાણ ન કરો

તમારું તમામ રોકાણ એક જ કંપની કે સેક્ટરમાં કરશો નહીં

ખૂબ જ સમજી-વિચારીને જ રોકાણ કરો

શેરબજારમાં જેટલી ઝડપથી તેજી પૈસા બને છે એટલી જ ઝડપથી પૈસા ડૂબે છે, માટે ખૂબ જ સમજી-વિચારીને રોકાણ કરવાનો નિર્ણય કરો

માહિતી કે સમાચારને અંતિમ સત્ય સમજશો નહીં

બજાર/શેર કે કંપનીને લગતી કોઈ પણ માહિતી અથવા સમાચારને અંતિમ સત્ય ન માનો. પોતાના રિસર્ચ અથવા એક્સપર્ટ પાસેથી સલાહ લો.

નાના બાળકોને જરૂર શીખવાડો આ 5 આદતો