Dal Pakwan: સિંધી દાળ પકવાન બનાવવાની યુનિક રેસીપી


By Vanraj Dabhi26, Sep 2024 03:18 PMgujaratijagran.com

સિંધી દાળ પકવાન

બધા લોકોએ દાળ પકવાન તો ખાધા જ હશે, પંરતુ સિંધી દાળ પકવાનનો ટેસ્ટ યુનિક હોય છે, આજે અમે તેની રેસીપી જણાવીશું.

સામગ્રી

ચણાની દાળ, મેંદાનો લોટ, મીઠું, અજમો, તેલ, પાણી,

સ્ટેપ-1

સૌ પ્રથમ એક પ્રેશર કૂકરમાં ચણાની દાળ બાફી લો.

સ્ટેપ-2

હવે એક કાથરોટમાં મેંદાનો લોટ, મીઠું, અજમો અને તેલનું મોણ ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-3

હવે મોણ બરાબર મિક્સ કરી પછી તેમાં પાણી ઉમેરીને લોટ બંધીને સેટ થવા દો.

સ્ટેપ-4

હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું,સૂકા લાલ મરચા, હળદર વગેરે મસાલા ઉમેરીને વઘાર કરી લો.

સ્ટેપ-4

હવે તેમાં બાફેલી ચણાની દાળ ઉમેરીને મિક્સ કરી લો થોડી વાર પકાવી કોથમરી ગાર્નિશ કરી લો.

સ્ટેપ-5

હવે મેંદાના લોટમાંથી નાના નાના લૂઆ બનાવી પાટલા પર રોટલીની જેમ વણી કાટા વાળી ચમચી વડે કાણા કરી એક કડાઈમાં તેલ ગરમ કરી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.

સર્વ કરો

તૈયાર છે સિંધી દાળ પકવાન, તમે તીખી અને લીલી ચટણી નાખીને દાળ પકવાન સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Dal Makhani: પંજાબી દાલ મખની બનાવવાની રીત