દાલ મખનીમાં મિક્સ કઠોળ નખીને બનાવવામાં આવે છે અને તેની ઉપર બટર અને ક્રીમ ગાર્નિશ કરીને સર્વ કરવા આવે છે.
રાજમા, અડદની દાળ, ટામેટાની પ્યુરી, ડુંગળી, લસણ-આદુની પેસ્ટ, જીરું, ધાણા પાવડર, લાલ મરચું, કાશ્મીરી લાલ મરચું, ગરમ મસાલો, કાળા મરીનો પાવડર, મીઠું, ક્રીમ, ઘી, તેલ, માખણ, કોથમરી.
સૌ પ્રથમ અડદની દાળ અને રાજમાને આખી રાત પલાળી રાખો અને પછી તેને પ્રેશર કૂકરમાં કઠોળ,રાજમા,હળદર,મીઠું અને પાણી નાખીને પકાવો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં સમારેલી ડુંગળી,આદુ-લસણની પેસ્ટ,ટામેટાની પ્યુરી,મીઠું,લાલ મરચું નાખીને સાંતળો.
હવે તેમાં બાફેલી દાળ ઉમેરીને ધીમી આંચ પર સારી રીતે પકાવો.
હવે તેમાં ટેમ્પરિંગમાં માખણની અડધી ચમચી, લાલ મરચું પાવડર,લીલા ઝીણા સમારેલા મરચા,ધાણાજીરું નાખીને ફ્રાય કરીને દાળમાં ઉમેરો.
હવે તેમા કોથમરી ગાર્નિશ કરીને ગરમા-ગરમ સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.