દિવાળીના તહેવાર પર ઘરે તમે યુનિક રેસીપી ટ્રાય કરવા માંગતા હોવ, તો તમે કાળા જાંબુની આ રેસીપી ઘરે બનાવી શકો છો.
ખાંડ, પાણી, કેસર, ગુલાબ જળ, લીલી ઈલાયચી, લીંબુનો રસ, માવો, મલાઈ પનીર, ખાંડનો પાવડર, બેકિંગ પાઉડર, મેંદાનો લોટ.
સૌ પ્રથમ એક કડાઈમાં પાણી અને ખાંડ નાખી ગેસ પર ગરમ કરી ઓગાળીને તેમાં કેસર અને ગુલાબ જળ ઉમેરીને ચાસણી તૈયાર કરી લો.
હવે એક બાઉલમાં હરિયાળી માવો,ખાંડનો પાવડર,બેકિંગ પાવડર,મેંદાનો લોટ ઉમેરીને મિક્સ કરી લો.
બરાબર મિક્સ કરીને લોટની જેમ મસળીને બાંઘેલા લોટમાંથી નાના નાના બોલ બનાવો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં આવ નાના નાના બનાવેલા બોલને નાખીને એકદમ બ્રાઉન થાય ત્યાં સુધી તેળી લો.
હવે તળીને તૈયાર કરેલ ચાસણીમાં ઉમેરીને ચમચા વડેથી હલાવતા રહીને મિક્સ કરી લો.
થોડીવાર ચાસણીમાં ડુબાળી રાખીને તમે કાળા જાંબુ સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગર વાંચતા રહો.