Garba Events In Ahmedabad: અમદાવાદમાં બેસ્ટ ગરબા ઈવેન્ટ્સનું આખું લિસ્ટ, જાણી લો


By Vanraj Dabhi26, Sep 2024 12:03 PMgujaratijagran.com

બેસ્ટ ગરબા ઈવેન્ટના લોકેશન

નવરાત્રી 2024ની શરૂઆત આગામી 3 ઓક્ટોબરના રોજ થઈ રહી છે, તેથી જો તમે અમદાવાદમાં ગરબે રમાવા માટે બેસ્ટ ગરબા ઈવેન્ટ્સ લોકેશન શોધી રહ્યા હોવ તો આ માહિતી તમને ઉપયોગી થશે, જાણો આખુ લિસ્ટ.

ફાલ્ગુની પાઠક

ગરબા ક્વિન તરીકે જાણીતા ગુજરાતી સિંગર ફાલ્ગુની પાઠક આ વખતે શંકુસ ફાર્મ, સ્વર્ણિમ સ્ટોન રોડ, વૈષ્ણોદેવી રોડ, સ્પિની પાર્ક પાછળ, ગોતા, છારોડી, અમદાવાદ ખાતે પરફોમન્સ આપશે.

અમદાવાદના ગરબા-અદાણી શાંતિગ્રામ ક્રિકેટ ગ્રાઉન્ડ

અદાણી શાંતિગ્રામ ક્રિકેટ ગ્રાઉન્ડ, S.G. હાઈવે, વૈષ્ણોદેવી સર્કલ પાસે, શાંતિગ્રામ, અમદાવાદ.

મંડળી

OG મંડળી પરંપરાગત ગરબાનો અનુભવ કરાવે છે, જ્યાં ગાયકો વર્ષો જૂના ગરબા અને ગીતો રજૂ કરે છે. આ વખતે મંડળીના ગરબા ઓગણજ ટોલ ટેક્સ પાસે, S.P રિંગ રોડ, અમદાવાદ ખાતે યોજાશે.

રીલ ટુ રીયલ ઈવેન્ટ્સ

અમદાવાદમાં રાસલીલા દ્વારા રીલ ટુ રીયલ ઈવેન્ટ્સનું આયોજન કરાયું છે, જે ગ્રીન પ્લેસ, બોપલ, અમદાવાદ ખાતે થવા જઈ રહ્યું છે.

મિર્ચી રોક અને ઢોલ

મિર્ચી રોક એન્ડ ઢોલ એ અમદાવાદના સૌથી જાણીતા ગરબા ઈવેન્ટ્સનું પૈકીનું એક છે, જે આ વખતે અમન આકાશ પાર્ટી પ્લોટ, વજુભાઈ દવે માર્ગ, યશકમલ સોસાયટી, પાલડી ખાતે યોજાશે.

સુવર્ણા નવરાત્રી 2024- કીર્તિદાન ગઢવી

સુવર્ણા, ધ પ્રીમિયમ લૉન, છનાલાલ જોષી રોડ પાસે, મકરબા ખાતે AC વાળા ડોમમાં પ્રીમિયમ ગરબાનો અનુભવ કરાવે છે, જેમાં આ વખતે કીર્તિદાન ગઢવી પરફોમન્સ આપશે.

યુનાઈટેડ ગરબા- અમદાવાદ

યુનાઈટેડ ગરબા ગ્રાઉન્ડ, સેન્ટોસા ગ્રીનલેન્ડ, વસંતનગર ટાઉનસીપ, વસંત નગર અમાદાવાદ ખાતે આ આયોજન થવાનું છે.

ચાચર ચોથ

શ્રી બાલાજી ફાર્મ, સિંધુ ભવન રોડ, તાજ સ્કાયલાઇન પાછળ, PRL કોલોની, ભોપાલ, શિલાજ ખાતે ચાચર ચોથ ગરબા ઈવેન્ટ્સનું આયોજન કરાયું છે.

વાંચતા રહો

નવરાત્રિ સંબંધિત પળેપળની અપડેટ મેળવવા માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Chutney Recipe: ખજૂર આમલીની ચટણી બનાવવાની યુનિક રીત