Handvo: હાંડવોની બનાવવાની યુનિક રેસીપી


By Vanraj Dabhi03, Oct 2024 02:48 PMgujaratijagran.com

ફરાળી હાંડવો

નવરાત્રીમાં ઉપવાસ દરમિયાન ઘણા લોકો અવનવી રેસીપી ટ્રાય કરતા હોય છે, તમે ફરાળી હાંડવો ઘરે ટ્રાય કરી શકો છો.

સામગ્રી

સામો, સાબુદાણા, આદુ-મરચાની પેસ્ટ, મીઠું, દહીં, દૂધી, ઈનો, ખાંડ, લવિંગ, તજ, કાળા મરી પાઉડર, તેલ, શેકેલી મગફળીનો ભુકો, કોથમીર, જીરું, તલ, મીઠો લીમડો.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક મિક્સર જારમાં સાબુદાણા અને સામો નાખીને ગ્રાઈન્ડ કરી લો.

સ્ટેપ-2

હવે એક બાઉલમાં સાબુદાણા,સામો,દહીં,આદુ-મરચાની પેસ્ટ ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-3

હવે તેમાં દૂધીનું છીણ,શેકેલ જીરું,તજ-લવિગ-મરીનો પાવડર,ખાંડ,સીંગદાણાનો ભુકો ઉમેરીને મિક્સ કરી બેટર તૈયાર કરો.

સ્ટેપ-4

હવે એક નોન સ્ટીક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું, તલ અને મીઠો લીમડો સાંતળી હાંડવાનું બેટર રેડીને સારી રીતે પકાવો.

સર્વ કરો

તૈયાર છે ફરાળી હાંડવો તમે ચટણી સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Farali Dahi Vada: નવરાત્રીના ઉપવાસમાં ઘરે ટ્રાય કરો ફરાળી દહીં વડા