Farali Dahi Vada: નવરાત્રીના ઉપવાસમાં ઘરે ટ્રાય કરો ફરાળી દહીં વડા


By Vanraj Dabhi03, Oct 2024 12:59 PMgujaratijagran.com

ફરાળી દહીં વડા

નવરાત્રીના ઉપવાસમાં યુનિક ફરાળી રેસીપી ટ્રાય કરવા માંગતા હોવ તો તમે ફરાળી દહીં વડાની રેસીપી અજમાવી શકો છો.

સામગ્રી

દહીં, લાલ મરચું પાવડર, ખાંડ, મીઠું, સંચળ પાવડર, સેકેલું જીરું, મરી પાવડર, કોથમરી, સામો, બટેટા, તેલ, કાજુ, કિસમિસ, આદુ-મરચાની પેસ્ટ, તીખી અને મીઠી ચટણી.

સ્ટેપ- 1

સૌ પ્રથમ એક તપેલીમાં 1 કપ સામો(મોરૈયો) અને તેમાં પાણી ઉમેરી બે-ત્રણ વાર તેને ધોઈ લો.

સ્ટેપ- 2

હવે એક કૂકરમાં સામો,પાણી,બટેટા ઉમેરીને 2-3 સીટી વાગે ત્યાં સુઘી પકાવો.

સ્ટેપ- 3

હવે આ મિશ્રણમાં મરી પાવડર,શેકેલુ જીરું,સંચળ પાવડર,કિસમિસ,કાજુ,આદુ-મરચાની પેસ્ટ,કોથમરી ઉમેરીને મિક્સ કરો.

સ્ટેપ- 4

તૈયાર કરેલ મિશ્રણમાંથી નાના નાના વડા બનાવી લો અને એક કડાઈમાં તેલ ગરમ કરો.

સ્ટેપ- 5

હવે ગરમ તેલમાં વડા તળીને એક ડિશમાં કાઢી લો.

સર્વ કરો

હવે એક બાઉલમાં પાણામાં થોડી વાર વડાને પલાળીને ડિશમાં કાઢી તેના પર દહીં, તીખી-મીઠી ચટણી,કાજુ,કોથમરી,શેકેલ જીરું પાવડર અને લાલ મરચું છાંટીને સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Vegetable Soup: વેજીટેબલ સૂપ બનાવવાની પરફેક્ટ રેસીપી