Vegetable Soup: વેજીટેબલ સૂપ બનાવવાની પરફેક્ટ રેસીપી


By Vanraj Dabhi03, Oct 2024 12:28 PMgujaratijagran.com

વેજીટેબલ સૂપની રેસીપી

હેલ્ધી રહેવા માટે અને શરીરને ફિટ રાખવા માટે દરેક લોકો વિવિધ રેસીપી અજમાવતા હોય, તમે વેજીટેબલ સૂપ ઘરે ટ્રાય કરી શકો છો.

સામગ્રી

લસણ,આદુ,ડુંગળી, કેપ્સીકમ,લીલા કઠોળ, ગાજર, કોબી, મીઠું, સોયા સોસ, ટમેટાની ચટણી,ચિલી સોસ,વિનેગર,પાણી, કાળા મરી પાઉડર,લીલું લસણ,કોથમીર.

સ્ટેપ-1

ઘરે વેજ સૂપ બનાવવા માટે સૌપ્રથમ એક પેનમાં તેલ અથવા ઘી ગરમ કરો.

સ્ટેપ-2

હવે તેમાં લસણ, આદુ અને લીલાં મરચાં સહિત દર્શાવેલ તમામ શાકભાજી ઉમેરીને બરાબર ફ્રાય કરીને 3-4 મિનિટ પાણી ઉમેરીને ઉકળવા દો.

સ્ટેપ-3

પાણી ઉકળે એટલે તેમાં ચીલી સોસ અને સોયા સોસ નાખીને મિક્સ કરો અને થોડી વાર પછી મીઠું અને કાળા મરી નાખીને મિક્સ કરો.

સ્ટેપ-4

હવે એક બાઉલમાં પાણી,મકાઈનો લોટ નાખીને ઓગાળીને તે મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી ધીમી આંચ પર પકાવો.

સર્વ કરો

તૈયાર છે વેજ સૂપ તમે ગરમા-ગરમ સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Dudhi Pudla: નવરાત્રીના ઉપવાસમાં ઘરે ટ્રાય કરો દૂધીના પુડલાની યુનિક રેસીપી