નવરાત્રિના ઉપવાસમાં યુનિક રેસીપી ટ્રાય કરવા માંગતા હોવ તો, તમે દૂધીના પુડલા કે ચીલા બનાવી શકો છો.
દૂધી, લોટ, લીલા મરચા, કાળા મરી પાવડર, રોક મીઠું, લીલા ધાણા, ઘી.
સૌપ્રથમ દૂધીને પાણીથી ધોઈ તેની છાલ ઉતારીને પછી તેને છીણી લો.
હવે એક બાઉલમાં દર્શાવેલ તમામ સામગ્રીને મિક્સ કરીને સ્મૂધ બેટર બનાવી લો.
હવે એક નોન-સ્ટીક તવાને ગરમ કરી તેને ઘી વડે ગ્રીસ કરીને પછી એક ચમચાની મદદથી બેટર રેડો અને તેને ચીલાની જેમ ફેલાવો.
ચીલાને મધ્યમ આંચ પર જ શેકવાના છે તેથી ઘી લગાવીને બંને બાજુ ફેરવીને શેકી લો.
ઉપવાસ માટે દૂધીના પુડવા તમે સર્વ કરી શકો છો.
પુડલા સિવાય તમે દૂધીમાંથી ખીર, દૂધીનો હલવો, દૂધીનું શાક વગેરે બનાવીને સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અન્ય રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.