Sabudana Paratha: નવરાત્રીના ઉપવાસ દરમિયાન ઘરે ટ્રાય કરો સાબુદાણાના પરાઠાની યુનિ


By Vanraj Dabhi03, Oct 2024 11:35 AMgujaratijagran.com

સાબુદાણાના પરાઠા

નવરાત્રિના ઉપવાસ દરમિયાન રોક મીઠા વાળી વસ્તુઓ ખાઓ છો, તો તમે સાબુદાણાના પરાઠા બનાવી શકો છો, જાણી લો રેસીપી.

સામગ્રી

સાબુદાણા, બટેટા, શેકેલી મગફળીનો ભૂકો, લીલા મરચા અને આદુની પેસ્ટ, કોથમરી, કાળા મરી પાવડર, દહીં.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક કઢાઈમાં સાબુદાણા નાખી થોડી વાર શેકી પછી તે ઠંડા થાય એટલે એક મિક્સર ગ્રાઇન્ડરમાં નાખીને પાવડર બનાવી લો.

સ્ટેપ-2

હવે આ પાઉડરને એક બાઉલમાં લો અને તેમાં શેકેલા મગફળીનો પાઉડર અને બાફેલા બટેટાની મેશ ઉમેરો.

સ્ટેપ-3

હવે તેમાં લીલા મરચાં અને આદુની પેસ્ટ, લીલા ધાણા, કાળા મરી પાવડર, દહીં, મીઠું વગેરે નાખીને રોટલી જેવો લોટ બાંધો.

સ્ટેપ-4

હવે લોટમાંથી લૂઆ બનાવી તેને રોટલીની જેમ તેને હળવા હાથે જ રોલ આઉટ કરો.

સ્ટેપ-5

હવે તવાને ગરમ કરી તેમાં ઘી લગાવીને પરાઠાની જેમ શેકી લો.

સર્વ કરો

તૈયાર છે સાબુદાણા પરાઠા, ઉપવાસ દરમિયાન તમે તેને દહીં અને બટાકાના શાક સાથે સર્વ કરી શકો છો.

અન્ય વાનગીઓ

સાબુદાણામાંથી પરાઠા ઉપરાંત તમે ખીર, કટલેટ, વડા, પુરી વગેરે પણ બનાવી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અન્ય રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Masala Khichdi: કાઠીયાવાડી સ્ટાઈલમાં ઘરે બનાવો વેજીટેબલ મસાલા ખીચડી