Gujarati Fafda:દશેરા માટે ફાફડા બનાવવાની યુનિક રીત


By Vanraj Dabhi07, Oct 2024 12:02 PMgujaratijagran.com

ફાફડાની રેસીપી

દરેક લોકો દશેરાના તહેવાર પર ફાફડા અને જલેબી ખાવાનું પસંદ કરતા હોય છે, ત્યારે આ દશેરા પર ઘરે ટ્રાય કરો ફાફડાની આ યુનિક રેસીપી.

સામગ્રી

ચણાનો લોટ, અજમો, ખાવાનો સોડા, મીઠું, તેલ, જરૂર મુજબ પાણી.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ ચારણી વડે ચાળી લો.

સ્ટેપ-2

હવે તેમાં અજમો અને ખાવાનો સોડા ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-3

હવે તેમાં તેલનું મોણ અન થોડું થોડું પાણી ઉમેરીને હાથ વળે મિક્સ કરી લોટ બાંધી લો.

સ્ટેપ-4

હવે લોટમાંથી નાના નાના લૂઆ લઈને પાટલા પર હાથ વડે પ્રેશ કરીને લાંબા ફાફડા બનાવી લો.

સ્ટેપ-5

હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં ફાફડા નાખીને તળી લો.

સર્વ કરો

તૈયાર છે ફાફડાની રેસીપી, તમે દશેરા પર ઘરે ટ્રાય કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Joint Pain: સાંધાના દુખાવાનો ઈલાજ દરમિયાન શું ખાવું?