શું તમે જાણો છો કો માલિશ કરવાથી પણ મૂડને સુધારી શકાય છે. આ માટે નવશેકા તેલથી માથુ, ખભા અને પગની મસાજ કરવાથી તમને ગુડ ફિલ થાય છે.
જો તમારો મૂડ ખરાબ છે અને તમને જરા પણ સારું નથી લાગી રહ્યું તો થોડો સમય તમે પાલતુ પ્રાણી સાથે વિતાવો. પેટ્સની સાથે રમવાથી તમે મૂડ સ્વિંગ્સથી રાહત મેળવી શકો છો.
ઉગતો સૂરજ, વરસાદ, પક્ષીઓ અને ફૂલોના સુંદર રંગ પણ તમારા મૂડને સુધારી શકે છે. આ માટે થોડો સમય પ્રકૃતિ સાથે વિતાવો, તમારી મેન્ટલ હેલ્થ સારી રહેશે.
જો તમને ડાન્સ કરવો ગમે છે તો દિલ ખોલીને નાચો. ડાન્સ કરવાથી તમે સારું ફિલ કરી શકો છો. મ્યૂઝિકની સાથે થોડો સમય ડાન્સ પણ કરો.
ઘણી વાર કેટલીક વાત પર ખૂબ જ વિચાર કરવાથી પણ મૂડ ખરાબ થઇ શકે છે. આનાથી બચવા માટે તમારા વિચારોને લખવાની કોશિશ કરો. આ આદત તમને ઓવર થિકિંગથી બચાવશે.
તમારા ખરાબ મૂડને સારો કરવા માટે નાના બાળકો સાથે સમય વિતાવો. જો તમને બાળકો ગમે છે તો તેમની સાથે રમો થોડી વાર તેમની સાથે રમવાથી સ્ટ્રેસથી રાહત અને મૂડને સુધારી શકાય છે.