By hariom sharma2023-04-22, 07:30 ISTgujaratijagran.com
બાફીને ખાવા
વજન વધારવા માટે બટાકાને બાફીને ખાવા સારો વિકલ્પ છે. આમા કેલેરી અને કાર્બોહાઇડ્રેટ્સની સારી માત્રા હોય છે, જે ખાવાથી વજન સરળતાથી વધે છે. તમે આના ઉપર સંચળ મિક્સ કરી શકો છો.
બટાકા અને દહીં
બટાકા અને દહીં વજન વધારવા માટે એક પર્ફેક્ટ ડાયેટ છે. આને ખાવાથી શરીરને ભરપૂર માત્રામાં કેલેરી મળે છે, જે વજન વધારવામાં મદદ કરે છે.
બટાકાનું શાક
વજન વધારવા માટે બટાકાનું શાક ખાવાથી ઘણો ફાયદા થાય છે. શાક બનાવતા સમયે ધ્યાન રાખવું કે તેમાં મીઠાનો ઉપયોગ વધુ ના કરવો.
ફ્રાય કરીને ખાવા
બટાકાને ફ્રાય કરીને ખાવાથી સ્વાદની સાથે વજન પણ વધે છે. આ માટે બટાકાને છોલીને તેને ધીમા તાપે ફ્રાય કરો અને તેમાં સંચળ મિક્સ કરીને ખાવ, આનાથી વજન સરળતાથી વધે છે.
બટાકાની ચિપ્સ
બટાકાની ચિપ્સ ખાવાથી વજન વધારી શકાય છે, પરંતુ બજારમાં મળતી ચિપ્સ કરતાં ઘરે બનાવીને તેનું સેવન કરવું. આને વધુ ખાવાથી પેટને લગતી સમસ્યા પણ થઇ શકે છે.