મોઢાના ચાંદા દૂર કરવા માટે અપનાવો આ 5 આયુર્વેદિક ઉપાય


By hariom sharma21, Apr 2023 06:15 PMgujaratijagran.com

ટી ટ્રી ઓઇલ

મોઢાના ચાંદાને દૂર કરવા માટે તમે ટી ટ્રી ઓઇલનો ઉપયોગ કરી શકો છો. આ તેલને ચાંદા ઉપર લગાવો, આમ કરવાથી આ સમસ્યામાં ઘણી રાહત મળશે.

ગુલકંદનું પાણી પીવો

પેટની ગરમીના કારણે મોઢામાં ચાંદ પડી શકે છે. આમા ગુલકંદનું પાણી પીવો. આનાથી પેટની ગરમી અને બળતરા શાત થાય છે, જેનાથી ચાંદાની સમસ્યામાં ઘણી રાહત મળે છે.

એલોવેરા

મોઢામાં ચાંદા પડવા પર ફ્રેશ એલોવેરા જેલનો ઉપયોગ કરો. આ ચાંદા પર લગાવવાથી મોઢાના બેક્ટેરિયા મરે છે, જેનાથી બળતરાની સાથે સાથે ચાંદાથી પણ રાહત મળે છે.

તુલસી

તુલસીમાં એન્ટિબેક્ટેરિયલ ગુણ હોય છે, જે મોઢાના અનહેલ્ધી બેક્ટેરિયાને મારીને ચાંદામાં રાહત મળે છે. આ માટે તમે તુલસીના પત્તા ચાવો.

મધ અને મુલેઠી

મુલેઠીની સાથે મધ ખાવાથી ચાંદામાં રાહત મળે છે. તમે મુલેઠીને ક્રશ કરીને તેમા મધ મિક્સ કરીને લેપ પણ બનાવી શકો છો. આ લેપને ચાંદના ભાગ ઉપર લગાવવાથી ઘણો આરામ મળે છે.

શરીરમાં પાણીની કમીના આ લક્ષણોને ભૂલથી પણ નજરઅંદાજ ના કરશો, જાણો ડિહાઈડ્રેશનના નુક્સાન