શરીરમાં પાણીની કમીના આ લક્ષણોને ભૂલથી પણ નજરઅંદાજ ના કરશો, થઈ જાવ સાવધાન


By Sanket Parekh21, Apr 2023 04:11 PMgujaratijagran.com

કબજિયાત

પાણીની કમીના કારણે કબજિયાતની સમસ્યા સર્જાઈ શકે છે. પેટ સાફ ના થવું, તમારા સ્વાસ્થ્યને ગંભીર અસર કરે છે. આથી ભરપુર પાણી પીવું જોઈએ.

મોટાપા

મોટાપાથી બચવા માંગો છો, તો બૉડીને ડિહાઈડ્રેશનથી બચાવો. પાણીની કમીના કારણે ટૉક્સિનનો સફાયો સારી રીતે નથી થતો. જેના કારણે વજન વધવાની સંભાવના રહે છે.

મોંઢામાંથી વાસ

પાણી ઓછું પીવાથી મોંઢામાં બેક્ટેરિયા પેદા થાય છે. જેના કારણે મોંઢામાંથી ગંદી વાસ આવવા લાગે છે.

ચહેરા માટે

પાણીની કમી તમારી સ્કિન માટે પણ નુક્સાનકારક નીવડી શકે છે. પાણી પીવાથી સ્કિનને હાઈડ્રેટ અને મોશ્યૂરાઈઝ્ડ રાખવામાં મદદ મળે છે. આથી નેચરલ ગ્લો મેળવવા માટે પાણી અથવા જ્યૂસ પીવો.

ચા સાથે નમકીન ખાનારા થઈ જાવ સાવધાન, સ્વાસ્થ્યને થઈ શકે છે આ નુક્સાન