ચા સાથે નમકીન ખાવાની આદત પેટ માટે નુક્સાનકારક છે. નમકીનમાં બેસન હોય છે અને બેસનથી બનેલી ચીજ ખાવાથી પેટમાં દર્દની સમસ્યા થઈ શકે છે.
ચા સાથે નમકીન ખાવાથી એસિડિટી થાય છે. હકીકતમાં નમકીનમાં ડ્રાય ફ્રૂટ આવે છે, જે ચા સાથે મળવાથી અપચા અને એસિડિટીનું કારણ બને છે
ચા સાથે નમકીન ખાવાની આદત લાંબા સમય સુધી અપનાવવાથી પાચન તંત્ર પર વિપરિત અસર થાય છે. જેના કારણે ખોરાકને પચવામાં સમસ્યા સર્જાઈ શકે છે.
કેટલાક લોકોને ચા સાથે નમકીન ખાવાથી ડાયેરિયાની સમસ્યા થઈ શકે છે. જો કે આવું અમુક લોકોમાં જ જોવા મળે છે. જો તમારે પહેલાથી જ કોઈ સમસ્યા હોય, તો આ કૉમ્બિનેશનને ટ્રાય ના કરશો.