બ્લોટિંગ (પેટ ફૂલવા)ની સમસ્યામાં ફાયદાકારક છે આ હર્બ્સ, મિનિટોમાં મળશે રાહત


By Sanket Parekh21, Apr 2023 03:56 PMgujaratijagran.com

જાંબુના પત્તાનું સેવન

જાંબુના પત્તામાં પાચક તત્ત્વો ભરપુર માત્રામાં હોય છે. જે એસિડિટી ઓછી કરવાની સાથે પેટની અન્ય સમસ્યામાં પણ રાહત આપે છે. બ્લોટિંગની સમસ્યા થવા પર રોજ સવારે ખાલી પેટ જાંબુના પત્તાનું સેવન કરવું જોઈએ.

ફૂદિનાના પત્તાનું સેવન

પેટમાં સોજા અથવા બ્લોટિંગની સમસ્યા થવા પર વાસી મોંઢે ફૂદિનાના પત્તાનું સેવન કરવું તમારા માટે ફાયદાકારક છે.

મીઠા લીમડાના પત્તાનું સેવન

પેટ ફૂલવાની સમસ્યા મોટાભાગે પાચન તંત્રમાં ખરાબીના કારણે થાય છે. એવામાં મીઠા લીમડા (કરી)ના પત્તાનું સેવન ફાયદેમંદ છે. જેનાથી પાચન એન્જાઈમો બૂસ્ટ થાય છે, જેથી બ્લોટિંગની સમસ્યામાં આરામ મળે છે.

અજમાના પત્તાનું સેવન

સોજા અથવા પેટ ફૂલવાની સમસ્યા થવા પર અજમાના પત્તાનું સેવન લાભદાયી છે. આ પત્તા ચાવવાથી બ્લોટિંગની સમસ્યામાં રાહત મળે છે.

વાળ ખરવાની સમસ્યાનો રામબાણ ઈલાજ છે ગુલાબ જળ, આ રીતે ઉપયોગ કરી જુઓ કમાલ