વાળ ખરવાની સમસ્યાનો રામબાણ ઈલાજ છે ગુલાબ જળ, આ રીતે ઉપયોગ કરી જુઓ કમાલ


By Sanket Parekh20, Apr 2023 04:22 PMgujaratijagran.com

ગુલાબ જળમાં પોષક તત્ત્વો

વિટામિન સી, એન્ટીબેક્ટેરિયલ ગુણ, એન્ટી ઑક્સિડેન્ટ્સ, એન્ટી માઈક્રોબિયલ ગુણ, એન્ટીસેપ્ટિક ગુણ

ગુલાબ જળ અને એલોવેરા

ગુલાબ જળ અને એલોવેરાના મિશ્રણને માથામાં લગાવવાથી વાળ ખરવાની સમસ્યામાંથી રાહત મળે છે. આ કૉમ્બિનેશનમાં વિટામિન બી-12 અને ફૉલિક એસિડ જેવા તત્વો હોય છે. જે વાળ માટે સારા છે.

ગુલાબ જળ અને દહીં

ગુલાબ જળની સાથે દહીં મિલાવીને લગાવવાથી વાળ મોશ્યૂરાઈઝડ થાય છે. આ સાથે જ વાળ ખરવા અને તૂટવાની સમસ્યા પણ ઓછી થાય છે. દહીંમાં રહેલા બાયોટિન અને જિંક વાળને મજબૂત કરે છે

ગુલાબ જળ અને મધ

વાળ ખરવા પર મધમાં થોડું ગુલાબ જળ મિલાવીને વાળ પર લગાવો. જેથી હેયર ફોલિકલ્સ મજબૂત થાય છે, જેના કારણે વાળ ખરવાની સમસ્યામાં મહદઅંશે રાહત મળે છે

ગુલાબ જળ અને લીંબુનો રસ

ગુલાબ જળ અને લીંબુનો રસ મિલાવીને લગાવવાથી ડેન્ડ્રફ ઓછા થવાની સાથે-સાથે વાળ ખરવા અને તૂટવાની સમસ્યામાં રાહત મળે છે. આ માટે 3-4 ટીપા લીંબુનો રસ અને આટલું જ ગુલાબ જળ મિક્સ કરીને વાળ પર લગાવો.

ગુલાબ જળથી વાળ ધુઓ

ગુલાબ જળથી વાળ ધોવા ખૂબજ ફાયદાકારક છે. એમાં મળનારા પોષક તત્ત્વો હેયર ફૉલિકલ્સને મજબૂત કરીને હેલ્ધી સેલ્સને વધારે છે, જેથી વાળ ખરવાની સમસ્યામાં રાહત મળે છે.

આંતરડા નબળા પડવા પર દેખાશે આ 5 લક્ષણ, ભૂલથી પણ નજરઅંદાજ ના કરશો