આંતરડા નબળા પડવા પર પાચન પ્રક્રિયાને અસર થઈ શકે છે. એવામાં ખોરાક યોગ્ય રીતે નથી પચતો, જેથી પેટ ભરાયેલું લાગે છે અને ભૂખ પણ ઓછી લાગે છે.
આંતરડામાં નબળાઈ હશે, તો મોંઢામાં સ્વાદમાં પણ ફરક દેખાવા લાગશે. એવામાં ટેસ્ટ ફિક્કો લાગશે. આવી સ્થિતિમાં ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
આંતરડા નબળા પડવાથી કાયમ થાક અને સુસ્તી જેવા લક્ષણો જોવા મળે છે. જેથી ખાવાની ઈચ્છા ઓછી થાય છે. જેના કારણે શરીરમાં નબળાઈ જોવા મળે છે.
પેટ સાથે સંકળાયેલી સમસ્યા સંકેત છે કે, તમારા આંતરડા નબળા છે. આવી સ્થિતિમાં ગેસ, અપચો કે પછી પેટમાં દુખાવો જેવા સમાન્ય લક્ષણો જોવા મળે છે.
ખોરાક ખાધા બાદ ઓડકાર આવવો પણ આંતરડામાં નબળાઈનું લક્ષણ મનાય છે. જો કે મોટાભાગના લોકો તેને સમાન્ય ગણીને નજરઅંદાજ કરે છે.