આજે આપણી આસપાસ મોટાભાગના લોકો પ્લાસ્ટિકની બોટલમાં જ પાણી પીતા આપણે જોઈ શકીએ છીએ. જો કે પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવાથી થતા નુક્સાન વિશે તમે જાણો છો?
પ્લાસ્ટિક બોટલ વાળા પાણીમાં અનેક પ્રકારના હાનિકારક તત્ત્વો મળી આવે છે. જે શરીરમાં ઝેરનું કામ કરે છે. આવી બોટલમાં એલ્યૂમિનિયમ, ફ્લોરાઈડ અને ઓર્સેનિક જેવા તત્વો મળી આવે છે
પ્લાસ્ટિકની બોટલનું પાણી મહિલાઓ માટે પણ સારુ નથી. આવું પાણી પીવાથી ફર્ટિલિટી, મોટાપા અને ડાયાબિટીશ સહિત અન્ય સમસ્યા સર્જાઈ શકે છે.
પ્લાસ્ટિકની બોટલનું પાણી પીવાથી તમારી રોગ પ્રતિકારક શક્તિને અસર થાય છે. ખતરનાક રસાયણના પગલે પ્લાસ્ટિકની બોટલનું પાણી ઈમ્યૂનિટીને નુક્સાન પહોંચાડે છે.
પ્લાસ્ટિકની બોટલનું પાણી પીવાના પગલે તમારા શરીરમાં અનેક પ્રકારના રસાયણ આવે છે, જે આગળ જતાં લીવર કેન્સરનું કારણ બને છે.
પ્લાસ્ટિકની બોટલમાં રાખેલું પાણી સ્ટોર કર્યા બાદ તે ટોક્સિક થઈ જાય છે. આથી પ્રેગ્નેન્ટ મહિલાઓએ આવું પાણી ક્યારેય ના પીવું જોઈએ.