ઉંમર વધવાના કારણે તમારા ચહેરા પર કચરલીઓની સમસ્યા થવા લાગે છે. જો તમે આ સમસ્યાથી છુટકારો મેળવવા માગો છો તો, આ સરળ ઘરેલુ ઉપાયો અપનાવો.
એન્ટિઇન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર પપૈયુ સ્કિનને હાઇડ્રોક્સી એસિડ પ્રદાન કરે છે. આની છાલ કાઢીને 20-25 મિનિટ સુધી ચહેરા પર લગાવો.
કચરલીઓનું કારણ ખરાબ લાઇફસ્ટાઇલ પણ હોઇ શકે છે. આલ્કોહોલ, ઝંક ફૂડ્સ અને શુગરનું સેવન ન કરો. હેલ્ધી ડાયેટ લો અને કરસરત કરો. સાથે જ ભરપૂર ઊંઘ લો.
તમે ખીરાની પેસ્ટને ચહેરા પર લગાવી શકો છો. આનાથી ત્વચા હાઇડ્રેટ રહે છે. ઘણી વાર પાણીની ઉણપના કારણે પણ કરચલીઓ આવી શકે છે.
એન્ટિઓક્સિડેન્ટ્સ ગુણથી ભરપૂર હોવાના કારણે કેળાની છાલ કરચલીઓછી છુટકારો અપાવવામાં મદદ કરે છે. ચહેરો ધોઇને કેળાની છાલથી થોડી વાર સુધી સ્ક્રબ કરો.
ટામેટાના રસમાં લીંબુનો રસ મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ ચહેરા પર 15થી 20 મિનિટ સુધી લગાવી રાખો.
કચરલીઓથી છુટકારો મેળવવા માટે ગુલાબ જળમાં હળદર અને મધ મિક્સ કરીને ચહેરા પર લગાવો. આનાતી ચહેરાની કરચલીઓ દૂર કરવામાં મદદ મળશે.