કેટલાક મસાલા એવા હોય છે જે ખાવામાં તો સ્વાદીષ્ટ હોય છે, તેની સાથે તમારા કમર પર લટકતી ચરબીને પણ ઘટાડવામાં મદદ કરે છે. આવો જાણીએ આ મસાલોઓ વિશ જેના ખાવાથી ફેટ બર્નની પ્રક્રિય ઝડપી બને છે.
હળદરમાં કર્કુમીન નામનું કમ્પાઉન્ડ રહેલું હોય છે, જેના ગુણકારી તત્ત્વો ચરબીનો ઘટાડો કરવામાં મદદ કરી શકે છે. હળદરનું નિયમિત સેવન તમારું મેટાબોલિઝમનો વધારો કરવાની સાથે સાથે ચરબી પણ ઘટાડે છે.
લવિંગમાં એન્ટિઓક્સિડેન્ટ્સ અને એન્ટિવાઇરલ ગુણ હોય છે જે તમારા શરીરની ચરબી ઘટાડવામાં મદદ કરે છે. લવિંગનું સેવન ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં પણ મદદ કરી શકે છે, જે તમારી ચરબી ઘટાડવા માટે મહત્ત્વનું છે.
કાળા મરીમાં પાઇપરિન નામનું કમ્પાઉન્ડ હોય છે, જેના ગુણો વધી રહેલી ચરબી ઘટાડવામાં મદદ કરે છે. આનું સેવન તમારા ખાવાનો સ્વાદ વધારવાની સાથે સાથે તમારા મેટાબોલિઝમને વધારવામાં મદદ કરે છે.
મરચામાં કેપ્સેસિન નામનું ગુણ રહેલા હોય છે, જે ડાયાબિટીસની સમસ્યાને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આ સિવાય, મરચું તમારા શરીરની ચરબીને બર્ન કરવામાં મદદ કરે છે.
આદુમાં જિંજરોલ અને શોગોલ નામનું કમ્પાઉન્ડ રહેલું હોય છે, જે તમારા મેટાબોલિઝમને વધારવામાં મદદ કરે છે. બોડીનું સારું મેટાબોલિઝમ ચરબીને ઝડપથી ઘટાડવામાં મદદ કરી શકે છે.