હળદરવાળા દૂધના આરોગ્ય લાભો


By Jivan Kapuriya14, Aug 2023 06:51 PMgujaratijagran.com

જાણો

હળદરનો ઉપયોગ સામાન્ય રીતે દરેક ઘરમાં ભોજનમાં કરવામાં આવે છે. પરંતુ શું તમે તેના ઔષધીનું કામ કરે છે. સ્વાસ્થ્યની સાથે બ્યુટી પ્રોડક્ટ્સમાં પણ તેનો ઘણો ઉપયોગ થાય છે.

આજે આપણે દૂધ અને હળદર પીવાથી થતા ફાયદાઓ વિશ.હળદરમાં એન્ટીબાયોટિક પ્રોટીન હોય છે

રોગપ્રતિકારક શક્તિ વધારે

હળદરવાળું દૂધ પાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે આ સાથે શરીરના દુખાવામાં પણ રાહત મળે છે. આ માટે રાત્રે સૂતા પહેલા તેનું સેવન કરો.

શરીરમાં ઘાવ લાગે ત્યારે

શરીરના બહાર કે અંદરના ભાગે ઈજા થાય ત્યારે હળદરવાળું પીવું જોઈએ. કારણ કે તેમાં રહેલ એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીસેફ્ટિક ગુણ ઈજાને ઝડપથી રાહત મળે છે.

પીરિયડ્સના દુખાવામાં રાહત આપે

હળદરવાળું દૂધ પાવાથી પીરિયડ્સના દુખાવામાં રાહત મળે છે. ડિલીવરી પછી તેનું સેવન કરવવાથી મહિલાઓને બ્રેસ્ટ મિલ્કમાં પણ સુધારો થાય છે અને શરીર પણ ઝડપથી સ્વસ્થ થઈ જાય છે.

સારી ઊંઘ માટે

હળદરમાં રહેલ એમિનો એસિડ સારી ઊંઘમાં મદદ કરે છે. આ માટે રાત્રે સૂતા પહેલા હળદરવાળું દૂધ પીવો. ઊંઘ સારી આવશે.

હાડકાંને મજબૂત બનાવે છે

હળદરમાં રહેલ એન્ટિબાયોટિક અને દૂધમાં રહેલ કેલ્શિયમ બંને હડકાંને મજબૂત બનાવે છે. એટલા માટે હાડકા સંબંધિત સમસ્યાઓમાં તેને પીવાની સલાહ આપવામાં આવે છે.

શરદી-ઉધરસથી દૂર રાખે

હળદરવાળા દૂધમાં રહેલ એન્ટીબાયોટીક શરીરના ફ્રી રેડિકલ કોષો સામે લડે છે. આ કારણથી તેને પીવાથી મોસમી શરદી-ઉધરસ,ગળામાં ખરાશ અને મોસમા તાવથી દૂર રાખે છે.

વજન ઘટાડે

એવું માનવામાં આવે છે કે હળદરવાળા દૂધમાં કેલ્શિયમ અને અન્ય મિનરલ્સ શરીરમાં રહેલ વધારાની ચરબીને ઓછી કરે છે. જેથી હળદરવાળું દૂધનું સેવન કરવાથી શરીરનું વજન ઓછું થાય છે.

ત્વચાને ચમકદાર બનાવે

હળદરમાં રહેલ એન્ટીસેફ્ટિ અને એન્ટી બેક્ટેરિયલ ત્વચાની સમસ્યાઓ જેવા ઈન્ફેક્શન,ખંજવાળ,ખીલ વગેરે સામે લડવામાં મદદ કરે છે. સાથે ત્વચાને ચમકદાર પણ બનાવે છે.

લોહીંનું પરિભ્રમણ વધારે

ઘણી વાર હળવી ઈજા,મચકોડ કે કોઈ પણ પ્રકારની પીડાને કારણે આપણા શરીરમાં લોહીંનુ પરિભ્રમણ ધીમુ થઈ જાય છે. પરંતુ હળદરવાળું દૂધ પીવાથી રાહત મળે છે.

બ્લડ સુગર ઘટાડે

જો લોહીમાં સુગરનું પ્રમાણ ઓછું થઈ જાય તો હળદરવાળું દૂધનું સેવ કરવું જોઈએ, જેનાથી સુગર કંટ્રોલ કરવામાં મદદ મળે છે.પરંતુ તેનું વધારે પડતું સેવન સુગરને દુ ઓછું કરી શકે છે જેનું ખાસ ધ્યાન રાખો.

શ્વાસની તકલીફ

હળદરવાળા દૂધમાં રહેલ એન્ટીમાઈક્રોબેક્ટેરિયલ ગુણો,અસ્થમા,બ્રોન્કાઇટિસ,સાઇનસ,ફેફસામાં દબાણ અને કફને દૂર કરવામાં મદદ કરે છે. તેના ઉપયોગથી શ્વાસની તકલીફમાં રાહત મળે છે.

વાંચતા રહો

માહિતી સારી લાગે તો લાઈક-શેર કરો અને આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

વધુ પડતા બટાકાનું સેવન તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે