બટાકાનો વધુ પડતો ઉપયોગ આપણે શાક બનાવવા માટે કરીએ છીએ, પરંતુ શું તમને ખબર છે તેનું ધારે સેવન કરવાથી શરીર પર ખરાબ અસર પાડી શકે છે.
આજે અમે તમને વધુ પડતા બટાકાનું સેવન કરવાથી ક્યાં ક્યાં નુકસાન થાય છે તેના વિશે જણાવીશું.
જો તમે બટાકા ખાવ છો તો ગેસની સમસ્યા થવાની શક્યાતા વધુ રહે છે. જો તમને પણ ગેસની સમસ્યા હોય તો ભોજનમાં બટાકાનું સેવન ઓછું કરો.
જે લોકોને ડાયાબિટીસની સમસ્યા છે તેમને બટાકાનું સેવન ન કરવું જોઈએ,તેમાં રહેલ ગ્લાયસેમિક ઇન્ડેક્સ શરીરમાં ગ્લુકોઝની માત્રામાં વધારો કરે છે.
વધારે બટાકાનું સેવન કરવાથી બ્લડ પ્રેશરનું જોખમ રહે છે.કેટલાક અભ્યાસ અનુસાર અઠવાડિયામાં ચાર કે તેથી વધું વખત બટાકાનું સેવન કરવાથી એવી સમસ્યા થઈ શકે છે.
બટાકાનું સેવન વજન વધારવાનું કામ કરે છે. તેનું વધારે સેવન કરવાથી ચરબી અન કેલરી વધે છે, જે વજન વધારવાનું કારણ બની શકે છે.
બટાકાનું વધારે સેવન કરવાથી સાંધાના દુખાવાની સમસ્યા થઈ શકે છે. તેથી મર્યાદિત માત્રામાં બટાકાનું સેવન કરો.
સવારે શરીરમાં કેલરીનું સ્તર ઓછું હોય છે. તેથી તમે નાસ્તામાં બટાકા ખાવા સારું માનવામાં આવે છે.પરંતુ રોજ ખાવાથી બચવું જોઈએ.
ખરાબ અથવા ઉગેલા બટાકા ન ખાવ, કારણ કે તે શરીરમાં ઝેરી અસર કરી શકે છે.
બટાકાના પાન અને લીલા બટાકામાં આર્સેનિક અને સોલેનીઇન જેવા આલ્કોલોઇડ્સ હોય છે જે શરીરને નુકસાન પદોંચાડે છે.
તળેલા બટાકાનું સેવન કરવાથી બચનું જોઈએ, તે ખાવામાં ખૂબ જ સારા લાગે છે પરંતુ તેનાથી વજન ખૂબ જ વધે છે.
જો તમે પણ બટાકા લવર છો અને વધારે બટાકા ખાવાના શોખીન છો તો સાવધાન રહો, તેનું સેવન ઓછું કરો અને સ્વસ્થ રહો.
આ સમાચાર સામાન્ય જાણકારી માટે છે. કોઈપણ વધુ માહિતી માટે નિષ્ણાતની સલાહ લો.
આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.