જો ઘરમાં તમે ગરોળીથી ખૂબ પરેશાન છો, અને વારેવારે ભગાડવાથી પણ પાછી આવી જાય છે. તો તમારે આ ટ્રીક્સ અજમાવવા જેવી છે. આ સ્ટોરીમાં અમે તમને કેટલાર ઘરેલુ ઉપચાર જણાવીશું જે તમારી આ સમસ્યાને દૂર કરશે.
ઈંડાના છોતરા ત્યા મુકી દો જ્યા ગરોળી સૌથી વધારે આવતી હોય, ઈંડાના છોતરાને જોઈને ગરોળી ત્યાં આવતા ડરશે. ગરોળીને ઈંડાના છોતરાની સ્મેલ પણ પસંદ નથી તે કારણસર તે એનાથી દૂર ભાગે છે.
ડુંગળીના છોતરાથી પણ ગરોળી ભાગે છે. ડુંગળીના છોતરાને બધા ખુણે મૂકી દેવા. એ સિવાય લસણની કળીઓ પણ બારી- દરવાજા પર લટકાવી દો. આ કરવાથી તમને હંમેશા માટે ગરોળીઓના ત્રાસથી છુટકારો મળી જશે.
ગરોળીને ઠંડી બિલકૂલ પસંદ નથી, તેને ભગાડવા તેની પર ઠંડુ પાણી રેડી શકો છો. આનાથી ગરોળી ફરી તમારા ઘરે આવવાથી ડરશે
કાળી મરીથી ગરોળીને એલર્જીક રીએકશન થઈ જાય છે. કાળી મરીને પાણીમાં પલાડીને રાખો, હવે આ પાણીનો એ જગ્યાએ છંટકાવ કરો જ્યા ગરોળી સૌથી વધારે આવતી હોય. તમે લાલ મરચાનો પણ ઉપયોગ કરી શકો છો.
કાળી મરીથી ગરોળીને એલર્જીક રીએકશન થઈ જાય છે. કાળી મરીને પાણીમાં પલાડીને રાખો, હવે આ પાણીનો એ જગ્યાએ છંટકાવ કરો જ્યા ગરોળી સૌથી વધારે આવતી હોય. તમે લાલ મરચાનો પણ ઉપયોગ કરી શકો છો.
આ ઉપાયો અજમાવાથી તમે સરળતાથી ગરોળીના ત્રાસથી છુટકારો મેળવી શકો છો. આવીજ જરૂરી માહિતી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ.