ઉનાળામાં શુષ્ક અને તિરાડ પડતી હીલ્સથી બચવા આ 5 રીતો અપનાવો


By Smith Taral18, May 2024 12:32 PMgujaratijagran.com

ઉનાળામાં મોટાભાગે હીલ્સમાં તિરાડ પડવાની સમસ્યા રહેતી હોય છે, જ્યારે સ્કીન પર મોઈશ્ચર ઓછું થાય છે ત્યારે સ્કીન ડ્રાય થવા લાગે છે, ક્યારેક હવામાનમાં ફેરફારના લીધે હીલ્સમાં તિરાડો આવે છે. આના ઉપાય માટે તમે કેટલીક સરળ સ્કિનકેર ટિપ્સ અપનાવી શકો છો.

તિરાડ પડવા પાછળનું કારણ

ડિહાઇડ્રેશન તિરાડ પડવા પાછળનું મોટું કારણ છે. જ્યારે શરીરમાં પાણીની ઉણપ સર્જાય છે ત્યારે સ્કીન વધુ ડ્રાય બને છે. માટે સ્કીનને હાઇડ્રેટેડ અને સો્ફ્ટ રાખવા માટે તમે પુષ્કળ પાણી પીવું ઘણું જરુરી છે

રાત્રે સુતી વખતે આ ધ્યાનમાં લો

સૂતા પહેલા મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ લગાવી મોજા પહેરો, આ તમારા પગને ડ્રાય થવાથી બચાવશે.

યોગ્ય ફૂટવેર

એડી તરફથી ખૂલ્લા શૂઝ તમારી હીલ્સને જલદી ડ્રાય કરે છે અને ત્યાં તિરાડ પડે છે આના ઉપાય માટે માત્ર પૂરી રીતે બંધ ફૂટવેર અને તેની સાથે સુતરાઉ મોજાં પહેરો

વેસેલિન

વેસેલિનમાં એન્ટી ઈન્ફલામેટરી એન્ટિમાઇક્રોબાયલ ગુણધર્મો છે જે તમારી સ્કીનને હાઈડ્રેટટ રાખવા સાથે તે સ્કીન ઈન્ફેક્શથી પણ બચાવે છે. માટે દર બીજા દિવસે વેસેલિન લગાવો.

વેસેલિન

વેસેલિનમાં એન્ટી ઈન્ફલામેટરી એન્ટિમાઇક્રોબાયલ ગુણધર્મો છે જે તમારી સ્કીનને હાઈડ્રેટટ રાખવા સાથે તે સ્કીન ઈન્ફેક્શથી પણ બચાવે છે. માટે દર બીજા દિવસે વેસેલિન લગાવો.

ફૂટ ક્રીમ

ફૂટ ક્રીમ પણ તમને આ સમસ્યામાંથી છુટકારો આપવામાં મદદ કરશે આમા રહેલું ગ્લિસરીન, લેનોલિન, હાયલ્યુરોનિક એસિડ, યુરિયા, લેક્ટિક એસિડ, ડાયમેથિકોન જેવા ઘટકો તમારી ડ્રાય સ્કીનને મોઇશ્ચરાઇઝ કરશે અને તમરા પગને સોફ્ટ બનાવશે

રોજ ઘીમાં શેકેલા મખાના ખાવાથી શું થાય છે?