મહાશિવરાત્રી પર ભગવાન શિવ અને માતા પાર્વતીની આવી મહેંદીની ડિઝાઇન બનાવી ઉજવણી કરો


By Smith Taral07, Mar 2024 01:38 PMgujaratijagran.com

ભગવાન શિવ અને માતા પાર્વતીના મધુર મિલનની યાદમાં મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે, આ વર્ષે આ તહેવાર 8 માર્ચે ઉજવવામાં આવશે. જો તમે આ તહેવાર પર કઈ ખાસ કરવાનું વિચારતા હોવ તો તમે ભગવાન શિવ- પાર્વતીના આ ડીઝાઈન બનાવી શકો છો. તો ચાલો વધુમાં જોઈએ

કમળ અને ચંદ્રની ડિઝાઇન

તમે હાથો પર ભગવાન શિવ અને માતા પાર્વતીના ચિત્રોની સુંદર મહેંદી ડિઝાઇન બનાવી શકો છો આમાં શિવ-શક્તિના ચિત્રમા વચ્ચે મંડલ બનાવી શકો છો અને આંગળીઓ પર ત્રિશૂળ, ડમરુ, કમળ અને ચંદ્રની ડિઝાઇન બનાવી શકો છો.

મંડલા મહેંદી ડિઝાઇન

જો તમે નવી નવી મહેંદી કરવાનું શીખ્યા હોવ તો સરળ મંડલા મહેંદી ડિઝાઇન બનાવી શકો છો. આ સિવાય તમે તમારા હાથ પર શિવનું નામ લખી શકો છો અથવા ત્રિશૂળ પણ બનાવી શકો છો, તે ખૂબ જ સુંદર દેખાશે.

ટેટૂ ડીઝાઈન

શિવ અને શક્તિના મિલનને બતાવતી મહેંગી ડિઝાઇન પણ ઘણી સારી લાગશે. આને તમે ટેટૂ તરીકે પણ બનાવી શકો છો.

મિલનની મહેંદી ડીઝાઈન

મહાશિવરાત્રી પર ભગવાન શિવ અને માતા પાર્વતીના મધુર મિલનની મહેંદી ડીઝાઈન પણ ખૂબજ સુંદર લાગશે.

મોડર્ન ડિઝાઇન

મોડર્ન મોરના ડિઝાઇનવાળી મહેંદી પણ સરળ અને ખૂબ જ સુંદર દેખાઈ શકે છે જે મહાશિવરાત્રના તહેવાર પર કરવા માટે પરફેક્ટ રહેશે.

મહાશિવરાત્રી પર તમે તમારી પસંદગીની આમાંથી કોઈપણ ડિઝાઇન કરી શકો છો, આમ કરી આ પવિત્ર તહેવારને સુંદર રીતે ઉજવી શકો છો.

મહાશિવરાત્રી સ્પેશિયલ રેસીપી, ઉપવાસ માટે બનાવો આ ખાસ વાનગી