પગમાં દુખાવા પાછળ લોહીનું ઓછુ પરિભ્રમણ જવાબદાર હોઈ શકે છે દરરોજ કરો આ 5 કસરત કરો


By Smith Taral14, May 2024 12:56 PMgujaratijagran.com

જો શરીરમાં લોહીનું પરિભ્રમણ સારું ન થાય તો શરીરમાં દુખાવાની તકલીફ ઊભી થઈ શકે, અને અંગોને પણ કામ કરવામાં મુશ્કેલી પડે છે. ખાસ કરીને કેટલાક લોકો પગમાં દુખાવાની ફરિયાદ કરે છે. જ્યારે લોહીના પરિભ્રમણનો અભાવ હોય ત્યારે આ ઘણી વાર થાય છે. આ સમસ્યાને તમે ઘણી કસરતોની મદદથી સુધારી શકો છો, આવો જાણીએ વધુમાં

ચાલવું

ચાલવાથી શરીરમાં ફ્લેકસીબીલીટી આવે છે અને સ્વાસ્થ્ય સારુ રહે છે આ સિવાય ચાલવાથી લોહીનું પરિભ્રમણ પણ સુધરે છે.

ઘૂંટણ વાળો

આ કસરતમાં તમારે પીઠના બળે સુઈ, તમારા ઘુટણને છાતી સુધી લાવવાનું રહે છે, જેટલી વાર તમે કરી શકો તેટલી વાર તેનું પુનરાવર્તન કરો, બંને પગને વારાફરતી છાતી સુઘી લાવી આ કસરત કરો

સ્ક્વોટ્સ

આ કસરતમાં તમારે સામે સીધા હાથ લંબાવીને ઊભા રહેવાનું છે પછી તમારા ઘૂંટણને સહેજ વાળી, ખુરશી પર બેસવા જેવી પોઝીશનમાં આવો, આમાં તમારી પીઠને સીધી રાખો અને આ દરમિયાન તમારી પીઠ અને જાંઘના સ્નાયુઓ પર દબાણ અનુભવવું જોઈએ. થોડીક સેકન્ડો માટે આ રીતે રહો અને પછી શરૂઆતની સ્થિતિમાં પાછા આવો. આને કસરતમાં થોડી વાર રિપીટ કરતા રહો

એડી ઊંચી કરો

આ કસરતમાં તમારે સીધા ઊભા રહી અને ધીમે ધીમે તમારી હીલ્સને ઉંચી કરો જેથી કરીને તમે તમારા અંગૂઠા પર ઊભા રહી શકો. હવે ધીમે ધીમે તમારી હીલ્સ નીચી કરી આ રીતે કસરતને રીપીટ કરતા રહો

એડી ઊંચી કરો

આ કસરતમાં તમારે સીધા ઊભા રહી અને ધીમે ધીમે તમારી હીલ્સને ઉંચી કરો જેથી કરીને તમે તમારા અંગૂઠા પર ઊભા રહી શકો. હવે ધીમે ધીમે તમારી હીલ્સ નીચી કરી આ રીતે કસરતને રીપીટ કરતા રહો

ફોમ રોલર સ્ટ્રેચ

આ કસરત કરવાથી તમારા પગના સ્નાયુઓને ટોનિંગ અને કન્ડીશનીંગ કરવામાં મદદ મળશે. આ કરવા માટે, જમીન પર બેસો અને બેસતી વખતે, હીલ્સની નીચે સોફ્ટ ફોમ રોલર મૂકો. તમે આને તમારી જાંઘની નીચે પણ રાખી શકો છો.

વજન ઘટાડવા માટે દરરોજ કેટલું પાણી પીવું જોઈએ? જાણો શું કહે છે નિષ્ણાતો