શરીર માટે પાણી ખૂબ જ જરૂરી છે.પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી શરીર હાઇડ્રેટ રહે છે અને ઘણી બીમારીઓનું જોખમ પણ ઘટાડી શકાય છે. પાણી આપણા શરીરને ડીટોક્સીફાઈ કરવામાં પણ મદદ કરે છે અને દિવસભર ઉર્જાવાન રાખે છે. પરંતુ શું તમે જાણો છો કે વજન ઘટાડવા માટે કેટલું પાણી પીવું જરૂરી છે? આવો જાણીએ વધુમાં
ખાલી પેટે હૂંફાળું પાણી પીવાથી પેટની ગરમી શાંત થાય છે અને વજન ઘટાડવામાં પણ સરળતા રહે છે. તેમજ હૂંફાળું પાણી પીવાથી કેલરી પણ બર્ન થાય છે.
આયુર્વેદ પ્રમાણ વધારે એકસાથે વધારે પાણી પીવું પણ સ્વાસ્થ્ય માટે સારુ નથી. એક સાથે અનેક ગ્લાસ પાણી ક્યારેય પીવું જોઈએ નહીં. પુષ્કળ પાણી પીવાને બદલે થોડું થોડું પાણી પીવું જોઈએ.
જો તમે જ્મ્યા પહેલા વધારે પાણી પીવો છો તો ભોજન પ્રમાણસર કરી શકાય છે, આનાથી કેલરીને પણ નિયત્રણમાં રાખી શકાય છે. આ સિવાય પાચનક્રિયા પણ ઝડપી બને છે. આયુર્વેદ પ્રમાણે ભોજન સમયે 30 મિનિટ પહેલા પાણી પીવો.
આ સ્ટોરીમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જ્ઞાન પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે તમારા ડોક્ટકની સલાહ લેવી જોઈએ.
આ સ્ટોરીમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જ્ઞાન પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે તમારા ડોક્ટકની સલાહ લેવી જોઈએ.