દહીં ખાવુ સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક માનવામાં આવે છે, આનું સેવન કરવુ પેટ માટે પણ ફાયદાકારક છે. ઉનાળામાં શરીરને ઠંડુ રાખવા માટે લોકો દહીં ખાવાનું પસંદ કરતા હોય છે.
ડુંગળી અને દહીંનું કોમ્બીનેશન પણ સ્વાસ્થ્ય માટે સારુ ન ગણી શકાય, ઘણા લોકો રાયતામાં સમારેલી ડુંગળી પણ ઉમેરતા હોય છે.
દૂધ ઉપર દહીંનુ સેવન ક્યારેય ન કરવું જોઈએ. માત્ર દહીં જ નહીં, કોઈપણ આથો બનાવેલી વસ્તુનું દૂધ સાથે સેવન કરવું ફાયદાકારક નથી.
દહીંની સાથે ઘીનું સેવન પણ મેટાબોલીઝમને ધીમો કરી દે છે. આના સેવનથી તમને આળસ અને ઊંઘ આવે છે
ડુંગળીની પ્રકૃતિમાં ગરમ હોય છે જ્યારે દહીની પ્રકૃતિ ઠંડી હોય છે. આ બંને વિરુધ્ધ ખોરાક છે, આને સાથે ખાવાથી ચહેરા પર ખીલ, ત્વચામાં બળતરા અને એલર્જીની સમસ્યા થઈ શકે છે.
ડુંગળીની પ્રકૃતિમાં ગરમ હોય છે જ્યારે દહીની પ્રકૃતિ ઠંડી હોય છે. આ બંને વિરુધ્ધ ખોરાક છે, આને સાથે ખાવાથી ચહેરા પર ખીલ, ત્વચામાં બળતરા અને એલર્જીની સમસ્યા થઈ શકે છે.