Stomach Worms : પેટના કૃમિઓથી છુટકારો મેળવવાના ઘરેલું ઉપચાર


By Vanraj Dabhi06, May 2024 05:01 PMgujaratijagran.com

પેટના કૃમિ

બાળકો અને પુખ્ત વયના લોકો માટે પેટના કૃમિ સામાન્ય સમસ્યા છે.આ સમસ્યા બાળપણમાં વધુ જોવા મળે છે.આ સમસ્યાથી કેવી રીતે છુટકારો મેળવવો, ચાલો જાણીએ.

લીંબુ સરબત

લીંબુનો રસ એન્ટિપેરાસાઇટીક ગુણોથી ભરપૂર હોય છે જે કૃમિને મારી શકે છે.તેથી એક ગ્લાસ પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને પીવાથી ફાયદો થાય છે.

આદુનો રસ

આદુનો રસ પણ એન્ટિપેરાસાઇટીક ગુણોથી ભરપૂર છે અને તે પેટના કૃમિઓને મારવામાં મદદ કરી શકે છે. તમે તેને પાણીમાં ભેળવીને પી લો.

મીઠું અને વરિયાળી

પાણીમાં એક-એક ચમચી મીઠું અને વરિયાળી મિક્સ કરીને ગરમ કરીને પીવો,આનાથી જંતુઓ પણ મરી શકે છે.

તુલસીના પાન

તુલસીના પાન

તુલસીના પાન ચાવવાથી કે તુલસીનો રસ પીવાથી પણ પેટના કૃમિ મરી જાય છે.

મેથીના દાણા

મેથીના દાણા પેટના કૃમિ સામે અસરકારક ઉપાય બની શકે છે. તેને આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારે તે પાણી પીવાથી ફાયદો થાય છે.

નાળિયેર તેલ

નાળિયેર તેલ એ બીજો ઉપાય છે જે પેટના કૃમિ સામે અસરકારક હોઈ શકે છે.

ડુંગળીનો રસ

ડુંગળીનો રસ પાણીમાં મિક્સ કરીને પીવાથી પેટના કૃમિ મરી જાય છે.

સલાહ લો

આ ઉપાયો માત્ર સામાન્ય સૂચના આધારિત છે, જો કોઈ ગંભીર સમસ્યા હોય તો ડૉક્ટરની સલાહ લો.

વાંચતા રહો

માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

આ 7 લક્ષણો જણાવે કે તમે પૂરતી ઊંઘ નથી લઈ રહ્યા