આજકાલની ભાગદોડ ભરી જીંદગીમાં લોકો ઘણીવાર પૂરતી ઊંઘ લેતા નથી, જેથી દિવસ દરમિયાન ઘણી સમસ્યાનો સામનો કરવા પડે છે. ડોક્ટરની સલાહ પ્રમાણે દરેક વ્યક્તિએ સારા સ્વાસ્થ્ય માટે 7-8 કલાકની ઊંઘ લેવી જોઈએ. આ સ્ટોરીમાં આપણે અપૂરતી ઊંઘમાં દેખાતા લક્ષણો વિશે વાત કરીશું
જો તમે ઊંઘવામાં પુરતો સમય વિતાવ્યો હોય છતા, દિવસ દરમિયાન થાક લાગતો હોય, એનો અર્થ છે કે તમારી ઊંઘ પૂરી નથી થઈ.
ઊંઘના અભાવથી આપણે એકાગ્રતા ગુમાવી દઈએ છીએ, એક કામમાં આપણે મન પરોવી શકતા નથી અને વારંવાર ડીસ્ટ્રેક્ટ થઈએ છે.
અપૂરતી ઊંઘના લીધે સ્વભાવ ચીડિયો બને છે, જે મૂડ સ્વિંગ, તણાવમાં વધારો કરે છે. જો તમને પણ આવા લક્ષણો દેખાતા હોય તો તમારે પૂરતી ઊંઘ લેવાની જરુર છે
ઓછી ઊંઘ લેવાથી રોગપ્રતિકારક શક્તિને નબળી બને છે, જેનાથી ઈન્ફેકશન લાગવાનું અને બીમારી થવાનું જોખમ વધે છે
ઓછી ઊંઘ લેવાથી રોગપ્રતિકારક શક્તિને નબળી બને છે, જેનાથી ઈન્ફેકશન લાગવાનું અને બીમારી થવાનું જોખમ વધે છે
ઊંઘના અભાવથી ભૂખ વધુ લાગે છે, અને અનિયમીત સમયે ખોરાક લેવાથી પાચન સંબધિત સમસ્યાઓ પણ થાય છે સાથે વજન પણ વધી શકે છે.
અપૂરતી ઊંઘ તમારી યાદશક્તિમાં પણ ઘટાડો કરે છે, દિવસ દરમિયાન વસ્તુઓ ભૂલી જવાય છે જે પરિણામે તમારા તણાવમાં પણ વધારો કરે છે