60 વર્ષની ઉંમર વટાવ્યા પછી, સ્ત્રીઓના શરીરમાં ઘણા જરૂરી વિટામિન્સ અને પોષક તત્વોની ઉણપ થઈ શકે છે. આ માટે જરૂરી ટેસ્ટ કરાવીને આપણે વિટામીનની ઉણપ વિશે જાણી શકીએ છીએ, આવો જાણીએ વધુમાં
વધતી જતી ઉંમર સાથે હાડકાં નબળા પડી જાય છે, આની ચકાસણી માટે બોન ડેન્સિટી ટેસ્ટ કરાવીને બોન ડેન્સિટી અને ફ્રેક્ચર રિસ્કને વિશે જાણી શકાય છે. જેથી સમયસર સારવાર કરાવી શકાય છે.
આ ઉંમરે હાઈપરટેન્શનની સમસ્યા વધુ જોવા મળે છે, માટે સમયસર બીપીની તપાસ કરાવી લેવી ખૂબ જ જરૂરી છે. જેથી કરીને કોઈપણ પ્રકારની મુશ્કેલીથી બચી શકાય
કોલેસ્ટ્રોલ વધવાને કારણે હૃદયને લગતી તકલીફ ઊભી થઈ શકે છે, માટે સારા કોલેસ્ટ્રોલ (HDL) અને ખરાબ કોલેસ્ટ્રોલ (LDL) નું પરીક્ષણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ઉંમર સાથે ડાયાબિટીસનું જોખમ પણ વધે છે. આ માટે HbA1c ટેસ્ટ કરાવવો જરુરી છે આ ટેસ્ટ કરાવવાથી લોહીમાં સુગરના લેવલની ચોક્કસ માહિતી મળી શકે છે
ઉંમર સાથે ડાયાબિટીસનું જોખમ પણ વધે છે. આ માટે HbA1c ટેસ્ટ કરાવવો જરુરી છે આ ટેસ્ટ કરાવવાથી લોહીમાં સુગરના લેવલની ચોક્કસ માહિતી મળી શકે છે
સ્ત્રીઓમાં સ્તન કેન્સરનું જોખમ વધતી ઉંમર સાથે વધે છે. આના પરિક્ષણ માટે સમય સમયે મેમોગ્રામ કરાવવું જરૂરી છે.આ ટેસ્ટીથી બ્રેસ્ટ ટિશ્યુમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થયો હોય તો જાણી શકાય છે અને આવનારા જોખમને ટાળી શકાય છે