સફેદ ચોખાની સરખામણીમાં બ્રાઉન રાઈસને વધુ ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ બ્રાઉન રાઈસ ખાવના કેટલાક ઘેરફાયદા પણ છે જે જાણવુ પણ જરૂરી છે. આજે આ સ્ટોરીમાં આપણે બા્ઉન રાઈસના સારા અને ખરાબ બંને પાસા વિશે જાણીશું
બ્રાઉન રાઇસમાં સફેદ ચોખા કરતાં વધુ પોષણ હોય છે, આમાં વિટામિન્સ, ખનિજો અને એન્ટિઓક્સિડન્ટ્સ જેવા કે બી વિટામિન્સ બી , મેંગેનીઝ, સેલેનિયમ, મેગ્નેશિયમ અને ફાયટોન્યુટ્રિઅન્ટ્સ રહેલા હોય છે.
બ્રાઉન રાઈસમાં ડાયેટરી ફાઈબર રહેલું હોય છે, આ આંતરાડાનાં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે, ઉચ્ચ ફાઇબર ખોરાક હ્રદય રોગ, ડાયાબિટીસ જેવી સમસ્યાઓથી બચાવે છે
બ્રાઉન રાઈસમાં સફેદ ચોખા કરતાં ઓછો ગ્લાયકેમિક ઈન્ડેક્સ (GI) હોય છે, જે સુગર લેવલને નિયંત્રિત કરવા માટે ફાયદાકારક હોઈ શકે છે.
બ્રાઉન રાઈસનું સેવન કરવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર, બ્લડ પ્રેશર અને ઈન્ફલામેશન ઘટાડીને હૃદય રોગનું જોખમ ઘટાડી શકાય છે.
બ્રાઉન રાઈસનું સેવન કરવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર, બ્લડ પ્રેશર અને ઈન્ફલામેશન ઘટાડીને હૃદય રોગનું જોખમ ઘટાડી શકાય છે.
બ્રાઉન રાઈસમાં ફાયટીક એસિડ અને અન્ય એવા પોષક તત્ત્વો હોય છે જે આયર્ન, ઝિંક અને કેલ્શિયમ જેવા ખનિજોના શોષણમા અવરોધ ઊભો કરે છે
બ્રાઉન રાઈસમાં સફેદ ચોખા કરતાં આર્સેનિકનું વધુ પ્રમાણ હોઈ શકે છે, શરીરમાં આર્સેનિકના લાંબા સમય સુધી રહેવું સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.