ગરમીમાં નસકોરી ફુટે તો આ ઘરેલું નુસખા અપનાવો


By Smith Taral04, May 2024 05:09 PMgujaratijagran.com

ઉનાળામાં ભારે ગરમીના કારણે ઘણા લોકોને નસકોરી ફૂટે છે, જેમાં નાકમાંથી લોહી નીકળવા લાગે છે. આવી પરિસ્થીતીમાં તમે કેટલાક ઘરેલું નુસખા અપનાવી શકો છો. આવો જાણીએ

આમળાનો મુરબ્બો

આમળાની પ્રકૃતી ઠંડી હોય છે અને તે વિટામિન સીથી ભરપૂર હોય છે. જો તમને નસકોરી ફુટવાની સમસ્યા રહેતી હોય તો આમળાનો જામ થોડા દિવસો સુધી સતત ખાવો.

વેલાના પાંદડાનો રસ

વેલો અને તેના પાંદડા પેટને ઠંડક આપે છે. પાંદડાનો રસ પાણીમાં ભેળવીને પીવાથી નસકોરીની સમસ્યામાં રાહત મળે છે

બરફ લગાવો

જેમને નસકોરી ફૂટી હોય તેમને આરામથી બેસાડો અને બરફને કપડામાં લપેટીને થોડીવાર નાક પર રાખો, આનાથી લોહી આવતું બંધ થશે

પાણી પીવાનું રાખો

નસકોરી ફૂટવાનું કારણ ડિહાઇડ્રેશન પણ હોઈ શકે છે, માટે ઉનાળા પાણી પીવાની સાથે હેલ્ધી ડ્રીન્ક પણ લેતા રહો

ડૉક્ટરની સલાહ

ઉનાળામાં નસકોરી ફુટવી કેટલીક પરિસ્થિતિઓમાં ગંભીર હોઈ શકે છે, માટે તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો.

આ 5 એરોબિક એક્સરસાઇઝથી વજન ઘટાડવું બનશે સરળ