વજન ઘટાડવા માટે ભારે કસરત અને સ્ટ્રીક્ટ ડાયેટ કરવાની સલાહ આપવામાં આવતી હોય છે, પરતું જો તમે ભારે વર્કઆઉટ નથી કરી શકતા અથવા દરરોજ જીમમાં નથી જઈ શકતા, તો આ 5 સરળ એરોબિક એક્સરસાઇઝ તમને વજન ઘટાડવા માટે મદદ કરશે
નોર્મલ વૉકિંગ કરવાની જગ્યાએ તમે બ્રિક વૉકિંગ (ઝડપી ગતિએ ચાલવું) કરી શકો છો. આ માટે તમે તમારા ઘરની ટેરેસ પર જઈ શકો છો, અથવા નજીકના ગાર્ડનમાં જઈને એક્સરસાઈઝ કરી શકો છો
ફિટ રહેવા માટે જોગિંગ અથવા દોડવું પણ વજન ઘટાડવા માટે સૌથી સારી કસરત માનવામાં આવે છે, આનાથી તમારા સ્નાયુ અને સાંધા મજબૂત થાય છે
રોજ સાયકલિંગ કરવાથી કાર્ડિયોવેસ્ક્યુલર સ્વાસ્થ્યમાં પણ સુધારો કરશે. તમારા દિવસ દરમિયાન કામ માટે સાઈકલનો ઉપયોગ કરો.
સ્વીમીંગ કરવાથી ઉનાળામાં ગરમીમાંથી રાહત તો મળે છે સાથે આ તમને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે દિવસમાં 10 થી 30 મિનિટ સુધી સ્વિમિંગ કરવાથી ઝડપથી વજનને નિયંત્રણમાં લાવી શકો છો
ડાન્સ કરવાથી તમે શારીરિક તેમજ માનસિક રીતે સ્વસ્થ રહી શકો છો, આનાથી તમને અંદરથી ખુશી મળે છે સાથે તમે વજન પણ ઘટાડી શકો છો. આ માટે તમે થોડા દિવસો માટે ઝુમ્બા અને હિપ હોપ જેવા ડાન્સ ક્લાસમાં જઈ શકો છો