શિયાળામાં શરીરના દુખાવાની સમસ્યા ઘણી વાર વધી જાય છે.આના ઘણા કારણો હોઈ શકે છે જેમ કે શરીરમાં પોષક તત્વોની ઉણપ વગેરે, પરંતુ તેનાથી બચવાના ઘણા રસ્તાઓ છે, ચાલો જાણીએ.
શરીરનો દુખાવામાં રાહત મેળવવા માટે તમે ઔષધીય ગુણોથી ભરપૂર તજનો ઉપયોગ કરી શકો છો.
શિયાળામાં શરીરના દુખાવા માટે હળદરવાળું દૂધ પી શકો છો.
જો તમને શરીરના દુખાવાથી છુટકારો મેળવવો હોય તો એપલ સાઇડર વિનેગરને હૂંફાળા પાણીમાં મિક્સ કરીને સ્નાન કરો.
લવંડરમાં રહેલા તત્વો શરીરના દુખાવાની સાથે-સાથે સોજો પણ ઓછો કરી શકે છે.તેથી તમે લવંડર તેલથી માલિશ કરી શકો છો અથવા પાણીમાં લવંડર તેલના ટીપાં નાખીને સ્નાન કરી શકો છો.
આદુને શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેથી તમે આદુની ચા અથવા તેનો ઉકાળો પીવાથી શરીરના દુખાવામાં રાહત મેળવી શકો છો.
શરીરના દુખાવાથી છુટકારો મેળવવા માટે વિટામિન સી, ડી, કેથી ભરપૂર કોબી,ટામેટા,પાલક જેવી વસ્તુઓને આહારમાં લઈ શકો છો.
સ્નાયુઓ અને સાંધાના દુખાવાથી રાહત મેળવવા માટે સ્ટ્રેચિંગ એક્સરસાઇઝને તમારી દિનચર્યાનો એક ભાગ બનાવો.
શરીરના દુખાવાથી રાહત મેળવવા માટે તમે આ ઘરગથ્થુ ઉપાયો અજમાવી શકો છો, આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.