દવા વગર ડાયાબિટીસ કેવી રીતે કંટ્રોલમાં રાખવું? ચાલો જાણીએ


By Vanraj Dabhi26, Jan 2024 04:26 PMgujaratijagran.com

દવા વગર ડાયાબિટીસ કંટ્રોલમાં રાખો

ખરાબ જીવનશૈલી અને ખાવાની ખોટી આદતોને કારણે ડાયાબિટીસ એક મોટી સમસ્યા બની ગઈ છે.જો તમે ડાયાબિટીસની દવાઓ ખાઈને કંટાળી ગયા હોવ તો ચાલો આયુર્વેદિક નિષ્ણાત પાસેથી જાણીએ કે દવાઓ વગર બ્લડ સુગરને કેવી રીતે કંટ્રોલ કરી શકાય.

લીમડાનું સેવન કરો

આયુર્વેદ નિષ્ણાત ડૉ.પ્રમોદ કહે છે કે લીમડાના પાનનું રોજ સેવન કરવું ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

તજનું સેવન કરો

તજ કેલ્શિયમ અને ફાઈબરનો ઉત્તમ સ્ત્રોત છે. તજ ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં મદદગાર છે.

મેથીનું સેવન કરો

એક સંશોધન મુજબ મેથીમાં બ્લડ શુગર લેવલ ઘટાડવાની શક્તિ છે. તેનું પાણી રોજ પીવાથી ડાયાબિટીસમાં ફાયદો થાય છે.

કારેલાનો રસ પીવો

તે બ્લડ શુગર લેવલ ઘટાડવામાં મદદરૂપ છે. શુગર કંટ્રોલ કરવા માટે તમે રોજ સવારે ખાલી પેટ કારેલાનો રસ પી શકો છો.

આદુ વાળી ચા પીવો

આદુમાં એવા ઘણા ગુણો છે જે બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.તેથી તમે આદુ વાળી ચા બનાવીને પી શકો છો.

કસરત કરો

આહારની સાથે તમારી જીવનશૈલીમાં વ્યાયામને ચોક્કસપણે સામેલ કરો, તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક છે.

અંજીરના પાન ખાવ

અંજીરના પાનમાં એન્ટિ-ડાયાબિટીક ગુણ હોય છે, જે બ્લડ શુગર લેવલ ઘટાડવામાં મદદ કરે છે. આ ઘરગથ્થુ ઉપચારથી તમે ડાયાબિટીસને પણ કંટ્રોલ કરી શકો છો.

વાંચતા રહો

તમે દવા વગર પણ ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે આ ઉપાયો અજમાવી શકો છો.આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

આ લોકોએ ભૂલથી પણ ચીલ ન ખાવું જોઈએ, જાણો કેમ