આ 5 ઘરગથ્થુ ઉપચાર તાવને ઓછો કરવામાં ખૂબ જ અસરકારક છે


By Smith Taral26, Apr 2024 03:37 PMgujaratijagran.com

હવામાનમાં ફેરફાર થવાથી તેની અસર શરીરના સ્વાસ્થ્ય પર પણ પડે છે, આવામા ક્યારેક તાવ પણ આવે છે અને તે માટે આપણે તરત દવા લઈ લેતા હોઈએ છે.પરતું જો તમે દવા લેવા ન ઈચ્છતા હોવ તો આ કેટલાક ઘરેલું ઉપચાર પણ કરી શકાય છે. આવો જાણીએ

તુલસી

તુલસીમાં એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિવાયરલ ગુણો જોવા મળે છે. તુલસીના પાનને મધ સાથે ખાવાથી અથવા તુલસીના પાનનો ઉકાળો પીવાથી તાવમાં રાહત મળે છે.

ફુદીનો

ફુદીનો અને આદુના ઉકાળો પીવાથી પણ તાવમાં રાહત મેળવી શકાય છે. તાવ આવે તો આ ઉકાળો દિવસમાં બે થી ત્રણ વખત પીવો જોઈએ.

હળદર

હળદરને ઘણો આરોગ્યપ્રદ માનવામાં આવે છે. રાત્રે સૂતા પહેલા હળદરવાળા દૂધમાં એક ચપટી કાળા મરીનો પાવડર મિક્સ કરીને પીવો, આનાથી તમને તાવમાં જલદી આરામ મળશે

લસણ

લસણમાં એન્ટીબેક્ટેરિયલ ગુણો રહેલા હોય છે. લસણની બે-ત્રણ કળી અને લવિંગનો ભૂકો કરી હૂંફાળા પાણી સાથે પી લેવું, આ તાવને ઓછો કરવામાં મદદ કરશે

ચંદન

અતિશય તાવની સ્થિતીમાં ચંદનનો લેપ લગાવવાથી ઠંડક મળે છે, તાવને ઓછો કરવામાં ચંદનની પેસ્ટ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે

શ્વાસની દુર્ગંધથી છુટકારો મેળવવા અપનાવો આ 7 ઘરગથ્થુ ઉપચાર