સિઝનમાં બદલાવ થવાથી છીંક આવવાની સમસ્યા થઈ શકે છે. વારંવાર છીંક આવવાથી માથામાં દુખાવો થાય છે.
વારંવાર છીંક આવવી એક સામાન્ય સમસ્યા છે. છીંકથી છૂટકારો મેળવવા માટે તમે આ સરળ ઘરેલુ નુસખા અજમાવી શકો છો.
આમળા ઔષધીય ગુણોથી ભરપુર હોય છો. જેમાં રહેલ એન્ટીઓક્સિડેન્ટ નાકને સાફ કરે છે. આમળાનું સેવન કરવાથી છીંકની સમસ્યામાં રાહત મળે છે.
વારંવાર આવી રહેલી છીંક પરેશાન કરતી હોય, તો સવાર અને સાંજના સમયે આદુ વાળી ચા પીવી જોઈએ.
લસણ છીંકની સમસ્યામાં રાહત આપવા માટે કારગર ઉપાય છે. લસણથી નાકમાં રહેલા બેક્ટેરિયા ખતમ થઈ જાય છે.
છીંકની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે તમે કાળી ઈલાયચીનું પણ સેવન કરી શકો છો. મોટી કાળી ઈલાયચી મોઢામાં રાખીને ચાવવી જોઈએ.