દૂધમાં મધ મિક્સ કરીને પીવાથી થાય છે અનેક ફાયદા


By Sanket M Parekh15, Jun 2023 04:10 PMgujaratijagran.com

સારી ઊંઘ માટે

હુંફાળા દૂધ અને મધમાં રહેલ સુગર અને ટ્રિપ્ટોફેન નામનું તત્ત્વ બોડીને રિલેક્સ કરીને સારી ઊંઘ લાવવામાં મદદગાર છે.

એનર્જી વધારશે

જેમાં પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ્સ હોય છે. જે એનર્જી અને સ્ટેમિના વધારવાનું કામ કરે છે.

શરદી-ઉધરસમાં આરામ

હુંફાળા દૂધમાં મધ મિક્સ કરીને પીવાથી ફેફસા સ્વસ્થ રહે છે. જેના સેવનથી શરદી, ઉધરસ અને તાવની સમસ્યામાં આરામ મળે છે.

ડાઈઝેશન સુધારશે

હુંફાળુ દૂધ અને મધ ડાયજેસ્ટિવ ટ્રેક્ટને ક્લીન કરે છે. જેથી ગેસ, એસિડિટી અને કબજિયાતની સમસ્યા દૂર થાય છે.

હાડકા મજબૂત બનાવે

દૂધ અને મધમાં કેલ્શિયમ, આયરન, પ્રોટીન, વિટામિન જેવા ન્યૂટ્રિએન્ટ્સ ભરપુર માત્રામાં મળી આવે છે. જે હાડકાને મજબૂત બનાવે છે.

હેલ્ધી મગજ માટે

મધ અને દૂધમાં રહે ન્યૂટ્રિએન્ટ્સ બ્રેઈનને રિલેક્સ કરે છે અને તનાવને દૂર કરે છે. જેથી બ્રેઈન હેલ્થ બૂસ્ટ થાય છે.

Yoga Day: શરીરને લચીલુ બનાવે છે આ 7 યોગાસન