આજના સમયમાં લોકો સિસ્ટમ કે મોબાઈલ સામે એટલો બધો સમય વિતાવે છે કે 10માંથી 6 લોકોને ચશ્મા આવી જાય છે.
લાંબા સમય સુધી ટીવી, ફોન વગેરે જોવાની સાથે સાથે ખરાબ પાણી પીવાના કારણે નાની ઉંમરમાં પણ લોકોને ચશ્મા પહેરવા પડે છે.
આંખોની રોશની આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, આવી સ્થિતિમાં આપણે જીવનશૈલીમાં થોડો ફેરફાર કરીને તેનાથી બચી શકીએ છીએ.
દરરોજ 10 વખત તમારી આંખો ઝપકાવો. દિવસમાં ઘણી વખત આ પ્રક્રિયા કરવાનો પ્રયાસ કરો, તે આંખો માટે સારું રહેશે.
હાથના અંગૂઠાને આખોની સામે રાખો અને તેને થોડીક સેકન્ડ સુધી પલકારો માર્યા વગર જોવો, આ કસરત આંખો માટે ફાયદાકારક રહેશે.
દિવસમાં ઘણી વખત તમારી આંખો પર ઠંડુ પાણી છાંટવું જોઈએ. આમ કરવાથી આંખોની તકલીફથી છુટકારો મેળવી શકાય છે.
આંખોને ઘડિયારની દિશામાં અને ઘડિયારની વિરુદ્ધ દિશામાં ફેરવવાથી આખોને લગતી ઘણી તકલીફો દૂર થઈ શકે છે.આ કસરત બે-ત્રણ મિનિટ સુધી કરો.
બંને હથેળીઓને એકસાથે ઘસીને આંખો પર રાખો. આ આંખોને શેક આપે છે અને ભેજ જાળવી રાખે છે.
જીવનશૈલી સંબંધિત તમામ સમાચાર ગુજરાતી જાગરણ પર વાંચતા રહો.