બાબા અમરનાથના રોચક તથ્યો, જે જાણવા ખૂબ જ જરૂરી


By Sanket M Parekh26, Jul 2023 04:17 PMgujaratijagran.com

અમરનાથમાં ચમત્કાર

આ શિવલિંગ કુદરતી રીતે બન્યું છે. શ્રદ્ધાળુઓ તેને ઈશ્વરિય ચમત્કાર માને છે અને અહીં દૂર-દૂરથી દર્શન કરવા માટે લોકો આવે છે.

રહસ્ય

પૌરાણિક કથાઓ અનુસાર, આ ગુફામાં ભગવાન શિવે માતા પાર્વતીને અમર થવા માટેનું રહસ્ય જણાવ્યું હતુ.

ક્યાં છે આ ગુફા

આ ગુફા પર્વતીય અને દુર્ગમ સ્થળ પર છે. આ સાથે ગુફા દક્ષિણ કાશ્મીરમાં લગભગ 3833 મીટરની ઊંચાઈ પર આવેલી છે.

અમરનાથની પગપાળા યાત્રા

આ જગ્યા પર પહોંચવા માટે ડાયરેક્ટ રસ્તો નથી. એવામાં ભક્તોએ અહીં પગપાળા ચાલીને જ જવું પડે છે.

કેવી રીતે જવાય?

અમરનાથ જવા માટે સૌ પ્રથમ સડક માર્ગે જમ્મુ સુધી જવું પડે છે. જે બાદ જમ્મુથી શ્રીનગરની મુસાફરી કરવાની હોય છે.

અમરનાથનો નજારો

અમરનાથમાં શિવલિંગના દર્શનની સાથે-સાથે તમારે કાશ્મીરના મનમોહક કુદરતી નજારાનો પણ આનંદ માણવા મળશે.

શિવલિંગનો કોયડો

આજ સુધી કોઈ પણ આ ગુફામાં બનનારા શિવલિંગના કોયડાને ઉકેલી નથી શક્યું.

27 જુલાઈ 2023નું રાશિફળ | Your Daily Horoscope Today July 27, 2023