શિયાળામાં સાંધામાં દુખાવો થતો હોય, તો કરો આ 4 એક્સરસાઈઝ


By Sanket M Parekh10, Nov 2023 03:47 PMgujaratijagran.com

હાઈ એન્ટેસિટી એક્સરસાઈઝ ના કરશો

જે લોકોને સાંધામાં દુખાવાની સમસ્યા રહેતી હોય, તેમણે ઠંડીની સિઝનમાં હાઈ ઈન્ટેસિટી એક્સરસાઈઝ કરવાનું ટાળવું જોઈએ. જેનાથી તમારી સમસ્યા વધી શકે છે.

સ્ટ્રેચિંગથી શરૂઆત કરો

અર્થરાઈટિસ જેવી સમસ્યાનો સામનો કરી રહેલા લોકોએ એક્સરસાઈઝની શરૂઆત સ્ટ્રેચિંગથી કરવી જોઈએ. જેનાથી તેમની નસો ખુલી જાય છે અને દુખાવાનો ખતરો ઓછો થઈ જાય છે.

જોગિંગ

શિયાળામાં શરીરના કેટલાક હિસ્સામાં બ્લડ ફ્લો યોગ્ય નથી થતો. જેનાથી જૉઈન્ટ પેઈન જેવી સમસ્યા થાય છે. એવામાં દરરોજ જૉગિંગ કરવાથી બ્લડ ફ્લો સુધરે છે અને તેનાથી દુખાવો પણ ઓછો થાય છે.

હેમસ્ટ્રિંગ સ્ટ્રેચ

આ એક્સરસાઈઝમાં જાંઘોની પાછળના મસલ્સ ખેંચાય છે. જેનાથી જોઈન્ટ પેઈનની સમસ્યામાં રાહત મળે છે. આ એક્સરસાઈઝ પગના મસલ્સ માટે સારી મનાય છે.

હાફ સ્ક્વાટ્સ

આ એક્સરસાઈઝમાં ઘૂંટણમાં ભાર આપ્યા વિના ક્વાડ્રિસેપ્સ, ગ્લૂટ્સ અને હેમસ્ટ્રિંગને મજબૂત કરે છે. જેનાથી ઠંડીમાં શરીરને ફાયદો થઈ શકે છે.

દરરોજ કસરત કરવાથી ચામડી પર આવે છે ઉજાસ