દરરોજ કસરત કરવાથી સ્વાસ્થ્ય સંબધિત ઘણા ફાયદા મળે છે. કસરત શરીરને ફિટ રાખવાની સાથે સાથે અનેક બિમારીઓથી બચાવે છે. આ ઉપરાંત તેનો લાભ ચહેરાની ચામડીને પણ મળે છે.
એક્સપર્ટ ડો.દેવેશ મિશ્રાનાં કહ્યા પ્રમાણે જે લોકો કસરત કરે છે તેમના ચહેરા પરની ચામડીમાં એક અલગ જ પ્રકારનો ઉજાસ જોવા મળે છે. કસરત કરવાથી ચામડી સંબધિત અનેક સમસ્યાઓથી પણ બચાવે છે.
વધારે કસરત કરવાથી ચહેરાની ચામડીમાં પ્રાકૃતિક ઉજાસ આવે છે. કસરત કરવાથી શરીરમાં બ્લડ સર્કયુલેશન યોગ્ય રીતે થાય છે, જેનાથી ચામડીમાં ઓક્સિજનની માત્રા વધે છે. જે ચામડીમાં પ્રાકૃતિક ઉજાસ લાવવામાં મદદ કરે છે.
કસરત કરવાથી ચામડી સંબધિત અનેક સમસ્યાઓ દૂર રહે છે જેમકે ખીલ થવા, ડાર્ક સર્કલ વગેરે. કસરત કરવાથી તમારી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે, જેનાથી ચામડી પણ સ્વસ્થ રહે છે.
રોજ કસરત કરવાથી વધતી ઉંમર સાથે ચહેરાની ચામડીમાં કરચલીઓ આવાની શક્યતા ઓછી થઈ જાય છે. આ ઉપરાંત કસરત કરવાથી તમારા ચહેરાની ચામડીની ચરબી ઓછી થઈ જાય છે જેથી તમે જવાન દેખાવો છો.
જો તમે કસરત કરવા જઈ રહ્યા છો તો કોઈ પણ પ્રકારનો મેકઅપ કરવાનું ટાળો, સાથે વધારે કસરત કરવાથી ચામડીમાં સૂકાપણુ પણ આવી જાય છે. જેથી કસરત કર્યા બાદ ચહેરા પર લોશન લગાવો.