વજન ઘટાડવા માટેનો સૌથી સરળ ડાયેટને ફોલો કરો


By Smith Taral27, Feb 2024 06:19 PMgujaratijagran.com

વજન ઘટાડવા માટે લોકા અવનવા ડાયેટ ફોલો કરતા હોય છે અને કસરત કરતા હોય છે, જોકે આ વજન ઘટાડવામાં ઘણી મદદ કરે છે. આ સ્ટોરીમાં આપણે એક સિમ્પલ ડાયેટ જોઈશું જેને ફોલો કરવાથી તમે ઝડપથી વજન ઘટાડી શકો છો

સવારમાં ઉઠ્યા પછી

દિવસની શરૂઆત 1 ગ્લાસ મેથીનું પાણી અથવા વરિયાળી અને સેલરીના પાણી પીવો તેની સાથે વધુ 1-2 ગ્લાસ ગરમ પાણી પીવો.

સવારનો નાસ્તો

સવારનો નાસ્તામાં તમે ખારી દાળ, ઓટ્સ, ઉપમા, ઈડલી અથવા ચીલા ખાઈ શકો છો. તમે તેની સાથે ગ્રીન ટી, કોફી અથવા ચા પી શકો છો. ચામાં ખાંડ ન નાખી તેમા ગોળનો ઉપયોગ કરો.

બ્રંચ

નાશ્તા પછી પણ જો તમને મોડે ભૂખ લાગે તો તમે 11 વાગ્યાની આસપાસ તમે ફળ અથવા ડ્રાય ફુટ્સ ખાઈ શકો છો. તેનાથી તમારી ભૂખ શાંત થશે અને તમારું વજન પણ ઘટશે.

લંચ

બપોરના લંચમા તમે રાગી, જુવાર અથવા મલ્ટીગ્રેન લોટમાંથી બનેલી 1 રોટલી ખાઈ શકો છો. આ સાથે લીલા શાકભાજીથી ભરેલો બાઉલ અને 1 વાટકી દાળ, દહીં અથવા રાયતું ખાઈ શકો છો

સાંજનો નાશ્તો

તમે સાંજે ગ્રીન ટી અથવા ગોળવાળી ચા પી શકો છો. તમે તેની સાથે શેકેલા મખાના, શેકેલા ચણા અથવા બદામ ખાઈ શકો છો.

ડીનર

ડીનરમાં તમે ઈંડા, લીલા શાકભાજી, સૂપ, સલાડ અથવા 1 રોટલી અને શાક ખાઈ શકો છો.

વિવિધ પ્રકારના ચાટ આ રીતે ઘરે ટ્રાય કરો