વિવિધ પ્રકારના ચાટ આ રીતે ઘરે ટ્રાય કરો


By Vanraj Dabhi27, Feb 2024 05:49 PMgujaratijagran.com

ભારતીય ચાટના પ્રકાર

ભારતીય ચાટ એ સ્ટ્રીટ ફૂડની એક વૈવિધ્યસભર અને સ્વાદિષ્ટ વાનગી છે જે સ્વાદ અને ટેક્સચરની વિશાળ શ્રેણી આપે છે. અહીં 10 પ્રકારના ભારતીય ચાટ છે જે તમારે ચોક્કસપણે ટ્રાય કરવા જોઈએ.

પાણીપુરી/ગોલગપ્પા

ગોલગપ્પાને પુચકા કે પાણીપુરી તરીકે પણ ઓળખાય છે, આ લોકપ્રિય ચાટમાં આમલીની ચટણી, ચણા, બટાકા અને કેટલીકવાર સ્પ્રાઉટ્સ સાથે મસાલેદાર અને તીખા પાણી સાથે પીસરવામાં આવે છે.

ભેળ પુરી

મરમરા અને સમારેલા ટામેટાં, ડુંગળી અને બાફેલા બટાકા,ટેન્ગી આમલીની ચટણી અને તીખી લીલી ચટણી સાથે સેવ ગાર્નિશ કરીને પીરસવામાં આવે છે.

સેવા પુરી

આ ચાટમાં નાની ક્રિસ્પી પુરી,બટેટા,ડુંગળી,ટામેટાં અને વિવિધ પ્રકારની ચટણીઓ હોય છે.

આલૂ ટિક્કી ચાટ

આલૂ ટિક્કી ઉપર દહીં,આમલીની ચટણી,ફુદીનાની ચટણી,સમારેલી ડુંગળી,ટામેટાં અને સેવ હોય છે, જે સ્વાદ અને ટેક્સચરનું આહલાદક મિશ્રણ બનાવે છે.

દહી પુરી

પાણીપુરીની જેમ જ દહીં પુરીમાં દહીં,આમલીની ચટણી,મસાલાઓ અને કેટલીકવાર સ્પ્રાઉટ્સના મિશ્રણથી ભરેલી પુરીઓ જે ક્રીમી અને ટેન્ગી ચાટ બનાવે છે.

રગડા પેટીસ

આ ચાટમાં વિવિધ ચટણીઓ,ડુંગળી અને સેવની સાથે પીળા વટાણાનો રગડો સાથે પીરસવામાં આવતી મસાલેદાર બટાકાની પેટીસ છે.

છોલે ટીક્કી

મસાલેદાર ચણા,દહીં,આમલીની ચટણી સાથે સમારેલી ડુંગળી,ટામેટાં અને સેવથી ગાર્નિશ કરવવામાં આવે છે.

દહીંવડા

વડ,ક્રીમી દહીંમાં પલાળી અને ઉપર તીખી આમલીની ચટણી,મસાલેદાર ફુદીનાની ચટણી અને જીરું અને ચાટ મસાલા જેવા મસાલો છાંટવામાં આવે છે.

કચોરી ચાટ

ક્રિસ્પી કચોરીમાં મસાલેદાર ચણા,દહીં,આમલીની ચટણી અને સમારેલી ડુંગળી,ટામેટાં અને કોથમીરના સ્વાદિષ્ટ મિશ્રણ સાથે પીરસવામાં આવે છે.

સમોસા ચાટ

સમોસામાં ઉપર દહીં,તીખી આમલીની ચટણી,ફુદીનાની ચટણી,સમારેલી ડુંગળી,ટામેટાં અને સેવ હોય છે, જે ચાટનો સ્વાદિષ્ટ અને સંતોષકારક અનુભવ બનાવે છે.

જે માંસ કે માછલી નથી ખાતા, ચિંતા ન કરો, આ 10 વેજ ફૂડ છે પ્રોટીનથી ભરપૂર