ઘણા લોકો માને છે કે સૌથી વધુ પ્રોટીન ચિકન, ઇંડા, માંસ અને માછલી જેવી માંસાહારી વસ્તુઓમાંથી મળે છે. જો તમે પણ આવું વિચારો છો તો એ ખોટું છે. એવા ધણા શાકાહારી ખોરાક છે જેમાથી તમે પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન મળી આવે છે. ચાલો જાણીએ
કોળાના બીજ મેગ્નેશિયમ, આયર્ન અને પ્રોટીન રહેલું હોય છે આના અડધા કપનું પણ સેવન કરવામા આવે તો લગભગ 16 ગ્રામ પ્રોટીન્ મેળવી શકાય છે જે પુખ્ત વ્યક્તિના શરીર માટે પૂરતું છે.
પાલકના પાનમાં 5 ગ્રામ પ્રોટીન હોય છે અને તેમાં આયર્ન પણ હોય છે જે તમારા હાડકાં અને આંખો માટે સારું છે. આ સિવાય પાલક કેલ્શિયમનો પણ એક સારો સ્ત્રોત છે.
તોફુને તમે નાસ્તો, લંચ અને ડીનર કોઈ પણ સમયે લઈ શકો છો. જેઓ માંસ ખાતા નથી તેમના માટે તોફુ પ્રોટીનનો ઘણો સારો સ્ત્રોત છે. એક કપ ટોફુમાં 10 ગ્રામ પ્રોટીન હોય છે.
કિ્વનોઆ બનાવું સૌથી સરળ છે અને તેમાં પ્રોટીન અને મેગ્નેશિયમ સારી માત્રામાં મળી રહે છે. આને તમે તેને લીલા શાકભાજી સાથે મિક્સ કરીને ખાઈ શકો છો. એક કપ ક્વિનોઆમાં 8 ગ્રામ પ્રોટીન હોય છે.
જો તમે ખરેખર તમારું પ્રોટીન લેવલ વધારવા માંગતા હોવ તો મસૂરનું સેવન કરો, કારણ કે એક કપ દાળમાં લગભગ 19 ગ્રામ પ્રોટીન અને લગભગ 15 ગ્રામ ફાઈબર હોય છે
એક કપ બાફેલા ચણામાં 16 ગ્રામ જેટલુ પ્રોટીન રહેલું હોય છે. તમે તેને સલાડમા એડ કરીને ખાઈ શકો છો.
ચીયા સીડ્સ ખાવાથી તમારા મૂડ અને એનર્જી લેવલમા વધારો કરે છે. એક ચમચીમાં લગભગ 2.5 ગ્રામ પ્રોટીન હોય છે
આને પ્રોટીનનું પાવર હાઉસ કહેવામાં આવે છે. 1 કપ પલાળેલા કાળા દાણામાં 16 ગ્રામ પ્રોટીન હોય છે. તે આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ અને વિટામીન B નો પણ સારો સ્રોત છે.